સુરત મહિલા પીએસઆઈ આપઘાત કેસ: કોર્ટે બંને નણંદના શરતોના આધારે જામીન મંજૂર કર્યા

42


ઉધના પોલીસ સ્ટેશનના અમિતા જોશીએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હોય છે. આ કેસમાં અમિતાના પિતાએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હોય છે. મહિધરપુરા પોલીસે દુષ્પ્રેરણાના કેસમાં અમિતાના પતિ, સાસુ સસરા, નણંદ સહિતનાની ધરપકડ કરી હોય છે. આ કેસમાં અમિતાની બન્ને નણંદનો કોઈ રોલ ન હોય જામીન આપવાની માંગ સાથે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હોય છે.

સેશન્સ કોર્ટે આજે જામીન અંગેનો હુકમ કરતાં નણંદો મનિષાબેન હરદેવભાઈ ભટ્ટ, અંકિતાબેન ધવલભાઈ મહેતા જામીન મંજૂર કર્યા છે. ૨૫ હજારના જાત જામીન સાથે શરતોના આધારે તેમને જામીન આપવામાં આવ્યાં છે. અમિતાબેન જોશીને તેમની સાસરી પક્ષના સભ્યોમાં સાસુ-સસરા અને નણંદો દ્વારા અવર નવર ઉપરોક્ત બાબતે હેરાનગતી કરી અને આ તમામ બાબતોમાં તેના પતિ વૈભવે પણ તેઓને સાથ-સહકાર આપી, સાથે મળી હેરાનગતી કરી ત્રાસ કરી મરવા માટે મજબુર કરી હતી.

તેણીનું માનસિક મનોબળ તોડી જે ત્રાસ સહન ન થતાં ત્રાસ ને હેરાનગતીના કારણે પોતાની જાતે જ સર્વિસ પિસ્તોલ વડે પોતાના રહેઠાણના સરનામે ફાલસા વાડી, પોલીસ લાઈન, ફેલ્ટ નં.- સી-૧૦૩ ના બેડરૂમમાં પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હોવાની ફરિયાદ અમિતાના પિતાએ આપી હતી.