સુરત નવી સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરના કર્મીઓ પગાર ન મળતા હડતાલ પર

55

સુરત નવી સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. સુપ્રિટેન્ડન્ટ ઓફીસ બહાર કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ધીરજ ખૂટી સાહેબ પેટ માટે કામ કરીએ છીએ. તારીખ પર તારીખ હવે કંટાળી ગયા છીએ. ત્રણ-ચાર મહિનાના પગાર બાકી છે. નવી સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવી રહૃાા છે. સફાઈ કર્મચારીઓ બાદ હવે ઓપરેટર સહિતના ટેક્નિકલ સ્ટાફ પણ મેદાનમાં આવ્યા છે.

ઓપરેટર, જુનિયર ક્લાર્ક, લેબ ટેક્નિસિયન, વર્ગ-૪ના કર્મચારીઓ અને કોવિડ-૧૯ના કર્મચારીઓ વિરોધ નોંધાવી રહૃાા છે. કોઈના બે અને કોઈના ત્રણ મહિનાના પગાર બાકી છે. એક બીજા પર ખો આપી કર્મચારીઓને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહૃાો છે. વિરોધ કરી રહેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, સુપરિટેન્ડન્ટ કહે કોન્ટ્રાકટરની જવાબદારી છે અને કોન્ટ્રાકટર કહે સુપરિટેન્ડન્ટ ઓફીસની છે. કોણ સાચું અને કોણ ખોટું વચ્ચે કર્મચારીઓના પગાર અટવાયા છે. પગાર વધારાની વાત કહી બે મહિના કાઢી નાખ્યા બાદ હવે કહે જુના પ્રમાણે કરીશું.