સુરત આવીને બાઇક સ્ટન્ટ કરતી બારડોલીની યુવતીની કરાઈ ધરપકડ

10

સુરતમાં બાઇક પર સ્ટન્ટ કરીને વીડિયો બનાવવાનો ટ્રેન્ડ વધી રહૃાો છે. યુવાનો વીડિયો માટે પોતાનો અને આસપાસનાં લોકોનો જીવ જોખમમાં મૂકી રહૃાાં છે. ત્યારે સુરત ડુમ્મસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને છૂટા હાથે હંકારી સ્ટંટ કરનાર યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેણે માસ્ક પણ પહેર્યું નથી. જે બાદ પોલીસ કંટ્રોલ રૂમને આ વીડિયો મળતા હરકતમાં આવેલી ઉમરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ બારડોલીની આ યુવતીને પકડી પાડીને જેલમાં ઘકેલી હતી. જોકે, થોડા સમય બાદ તે જામીન પર મુક્ત છે.

સુરતના ડુમસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને માસ્ક પહેર્યા વગર છુટા હાથે હંકારી સ્ટંટ કરતી હતી. વિડીયોમાં લાઇટ કલરનું જીન્સ, ટી-શર્ટ અને રેડ કલરનું જેકેટ પહેરેલી યુવતી માસ્ક પહેર્યા વગર છુટા હાથે બિન્દાસપણે સ્પીડમાં કેટીએમ બાઇક હંકારતા નજરે પડી રહી છે. વિડીયોમાં વીઆરમોલ અને તેની આજુબાજુનો વિસ્તાર નજરે પડી રહૃાો છે અને આ વિડીયો કોઇક શહેરીજને પોલીસ કંટ્રોલ રૂમમાં મોકલાવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમને મળતા આ વીડિયો ઉંમર પોલીસને આપવામાં આવ્યો હતો.

આ વીડિયોના આધારે પોલીસે તપાસ કરતા કેટીએમ બાઇકના રજીસ્ટ્રેશન નં. જીજે-૨૨ એલ-૯૩૭૮ના આધારે તપાસ હાથ ધરી માલિક મોહમદ બિલાલ રસુલભાઇ ઘાંચી માલિકી નીકળ્યો હતો. જે બાદ તેનો સંપર્ક કરતા ખબર પડી હતી કે, મોહમદ બિલાલે પોતાની બાઇક ડુમ્મસ રોડ પર વીઆર મોલ ખાતે સંજના ઉર્ફે પિન્સી ચંદ્રકિશોર પ્રસાદને ફોટોગ્રાફી અને રાઇડીંગ માટે આપી હતી. જેથી પોલીસે આ યુવતીને શોધી કાઢી હતી અને સંજના ઉર્ફે પિન્સીએ માસ્ક પહેર્યા વિના બાઇક રાઇડીંગ કરવા બદલ એપેડમિક ડિસીઝ એક્ટ અને લોકોની જીંદગી ભયમાં મુકવા બદલ ગુનો નોંધી અટકાયત કરી હતી.