સુરત:રેલવે સ્ટેશન પર ભારે ભીડને કારણે ધક્કામુક્કી:એક વ્યક્તિનું મોત,3 લોકો બેભાન

સુરત:રેલવે સ્ટેશન પર ભારે ભીડને કારણે ધક્કામુક્કી:એક વ્યક્તિનું મોત,3 લોકો બેભાન
સુરત:રેલવે સ્ટેશન પર ભારે ભીડને કારણે ધક્કામુક્કી:એક વ્યક્તિનું મોત,3 લોકો બેભાન
સનાધન ધર્મનો તહેવાર ચાલી રહ્યો છે. દિવાળીના મહાપર્વની શરૂઆત થઈ ગઈ છે, આજે કાળી ચૌદસ છે અને આવતી કાલે દિવાળી છે ત્યારે આ પર્વને લઈ મુસાફરોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એસ ટી નિગમે કેટલીક એકસ્ટ્રા બસો પણ ફાળવી છે, તો બીજી તરફ રેલવેમાં પણ ફૂલ ભીડ જોવા મળી રહી છે. અત્રે જણાવીએ કે, સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડના પગલે ધક્કામુક્કી સર્જાઈ હતી. જેમાં એકનું મોત થયું હતું તેમજ 4થી 5 મુસાફરો બેભાન થયા હતા. જે ઈજાગ્રસ્ત મુસાફરોની રાજ્યકક્ષાના રેલવેમંત્રીએ મુલાકાત લીઘી હતી.

Visit Saurashtra Kranti Homepage here

મુસાફરોની ભારે ભીડ જામી

દિવાળીના પર્વ પર સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી છે. જે ભીડમાં ધક્કામુક્કી સર્જાઈ હતી, જેમાં 4થી 5 મુસાફરો બેભાન થયા હતા. જે તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં સારવાર દરમિયાન 1 મુસાફરનું મોત થયું છે. રાજ્યકક્ષાના રેલવેમંત્રીએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. અત્રે જણાવીએ કે, દર્શના જરદોશે સ્મીમેર હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછયા હતા.  

મૃતકના ભાઈને સાત્વના પાઠવી

કેન્દ્રીય મંત્રીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં મૃતકના ભાઈને સાત્વના પાઠવી હતી. તેમજ ઇજાગ્રસ્ત મહિલાના ખબર અંતર પૂછ્યા હતા. તેમજ સમગ્ર બનાવના તાંગ પણ મેળવ્યા હતા. અત્રે જણાવીએ કે, તહેવારને લઈ મુસાફરોમાં વધારો થયો છે. રેલવેની મોટા ભાગીની ટિકિટ બુક થઈ ગઈ છે. જ્યારે એસ ટી નિગમમાં પણ મુસાફરોનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

Read National News : Click Here

ટ્રેનમાં ચડતી વખતે ધક્કામુક્કી થઈ

આજથી મોટાભાગના એકમોમાં દિવાળીના તહેવારની રજા શરુ થતી હોવાથી સુરત શહેરથી પોતાના વતન તરફ જવા માટે ભારે ભીડ સવારથી જ જોવા મળી હતી. આજે છપરા જતી ગંગા એક્સપ્રેસ ટ્રેન જ્યારે સુરતના રેલવે સ્ટેશને પહોંચી ત્યારે એક સાથે જ લોકો ટ્રેનમાં ચડતી વખતે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ ધક્કામુક્કીમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો જ્યારે ત્રણ લોકો બેભાન થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

પોલીસની ટીમ લોકોની મદદ પહોંચી

રેલવે સ્ટેશન પર ભારે ભીડ હોવાથી કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો પણ ટ્રેનમાં ચડી શક્યા ન હતા. ટ્રેન પકડવામાં મુસાફરો ઊમટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી જેમાં અનેક લોકો ભીડમાં દબાઈ ગયા હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જો કે પોલીસ કર્મી તાત્કાલિક ધોરણે બેભાન થયેલા લોકોની મદદ આવી પહોંચી હતી અને પાણી છાંટી, માઉથ બ્રિધિગ આપીને જીવ બચાવ્યો હતો. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here