સુરતમાં ૨૪ કલાકમાં સાઇબર ક્રાઈમની ૧૦ ફરિયાદ

11

બે મહિનામાં સુરતમાં સાઈબર ફ્રોડની ૩૦૦ અરજીઓ થઈ

શહેરમાં સાઇબર ગુનેગારો વધુ સક્રિય થઈ જતા છેલ્લા ૨૪ કલાકમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં આઈટી એક્ટના ૧૦ ગુના નોંધાયા છે. શહેરમાં રોજ લોકો સાથે સાઇબર ફ્રોડ થાય છે. છેલ્લા બે મહિનામાં સુરતમાં સાઈબર ફ્રોડની ૩૦૦ અરજીઓ થઈ હતી.

હવે આ અરજીઓમાં ગુનો દાખલ કરવાનો ઉચ્ચ અધિકારીઓ તરફથી હુકમ થતા તમામ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાઈ રહૃાા છે.