સુરતમાં સતત ‘ગમનાં ગીતો વગાડી-સિગારેટ પી યુવકે જિંદગી ટૂંકાવી

9
AHEMDABAD-BUILDER-SUICIDE-વ્યાજખોરો
AHEMDABAD-BUILDER-SUICIDE-વ્યાજખોરો

રવિવાર દિવસ દરમિયાન મોબાઈલ ફોનમાં ગમના ગીતો વગાડતા અને સિગારેટ પીતા પીતા સુરતના ડિંડોલીના યુવાને ઘરમાં ફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો (Surat Man Suicide) હતો. પરસ્ત્રી સાથેના સંબંધમાં મૃતક યુવકને પૈસા માટે હેરાન કરતો હોવાથી તેણે આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ ભાઈએ કર્યો હતો.

ડિંડોલી નવાગામ સ્થિતિ ગંગોત્રીનગરમાં રહેતો સીતારામ બોકડે (ઉં,૩૨) લેસ મશીનના કારખાનામાં માસ્તર તરીકે નોકરી કરતો હતો. દરમિયાન રવિવાર સાંજે સીતારામની ઘરમાંથી ફાંસો ખાધેલી લાશ મળી આવી હતી. સીતારામે રવિવારે દિવસ દરમિયાન મોબાઈલ ફોનમાં ગમના ગીતો વગાડતા અને સિગારેટ પીતા પીતા છતના પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું ભાઈએ કહૃાું હતું. સીતારામનું અકાળે મોત થવાથી પુત્ર-પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોકની કાલીમાં છવાઈ છે.

ભાઈ શિવદાસે આક્ષેપ કરતાં કહૃાું કે. છેલ્લા બે-અઢી વર્ષથી સીતારામ અમદાવાદની એક પરિચિત મહિલાના સંપર્કમાં આવ્યા બાદ અનૈતિક સંબંધ બંધાયા હતા. જો કે અમદાવાદની મહિલા તેને સતત પૈસા માટે પરેશાન કરતી હતી. અંતે તેનું ઘર સુદ્ધાં વેંચાઈ ગયું હતું. તેમ છતાં મહિલાએ પૈસાની માગ શરૂ રાખતા માનસિક રીતે પડી ભાંગેલા સીતારામે જીવનનો અંત આણ્યો હતો. આ મામલે તેઓએ પોલીસમાં ફરિયાદ કરી છે. અને મોબાઈલ ફોનલમાં ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા આપ્યા છે.