સુરતમાં યુવાધનને પ્રતિબંધિત ઇ-સિગારેટના રવાડે ચઢાવતા ટોબેકો વેપારીની ધરપકડ

31

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહૃાું છે. શહેર અનેક વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ તરફથી પ્રતિબંધિત ઈ-સિગારેટ તથા ઈ-હુક્કાનું વેચાણ કરવામાં આવી રહૃાાનું ધ્યાનમાં આવ્યું છે. આ બંનેનું સેવન કરીને યુવાધન નશાખોરીના રવાડે ચઢી પોતાના આરોગ્યને જોખમમાં મૂકી રહૃાું છે. પોલીસે આવી પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરતા એક વેપારીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં યુવાનો નશાના રવાડે ચડી રહૃાા છે, ત્યારે તેમને બચાવવા માટે સુરત પોલીસ નાશનો કારોબાર કરતા ઈસમોને ઝડપી રહી છે. આ દરમિયાન પોલીસના ધ્યાને આવ્યું હતું કે યુવાનોને નાશના રવાડે ચડવા માટે શહેરમાં કેટલાક વેપારીઓ તરફથી પ્રતિબંધિત ઈ-સિગારેટ અને હુક્કા વેચવામાં આવી રહૃાા છે.

આવા વેપારીને પકડી પાડવા માટે પોલીસે ખાસ ટીમ કામે લગાડી હતી. પોલીસને માહિતી મળી હતી કે, શહેર કેટલાક વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ તરફથી ઈ-સિગારેટ તથા ઈ-હુક્કાનું વેચાણ કરવામાં આવી રહૃાું છે. આ એવી વસ્તુ છે જેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસે અઠવા વિસ્તારમાં આવેલા ભાગા તળાવ પાણીની ભીંત પાસે બેંક ઑફ બરોડાની સામે મકાનનાં પહેલા માળે આવેલી જય અંબે ટોબેકો” નામની દૃુકાનમાં દૃરોડો પાડી દૃુકાનદૃાર ખુશાલ ગોપાલદાસ ધમાણીને ઝડપી લીધો હતો.

Previous articleબનાસકાંઠામાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત: ચાલકનું મોત
Next articleસુરતમાં રસી લીધા બાદ પણ પાલિકાના ૩ ઈજનેરો થયા કોરોના સંક્રમિત