શહેરની નાનપુરા માર્કેટમાં વરલી મટકા અને જુગારની ક્લબ ચલાવતા માથાભારે બુટલેગરોએ ગુરુવારની મધરાત્રે મસ્જિદૃના ટ્રસ્ટી પર જીવલેણ હુમલો કરતા ભાગદૃોડ મચી ગઇ હતી. જોકે હુમલા પાછળનું કોઈ કારણ બહાર આવ્યું નથી. ઘટનાની જાણ બાદૃ પોલીસ દૃોડતી થઈ ગઈ હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ઈસમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ મા લઈ જવાયા હતા.
એટલું જ નહીં પણ પરિવારજનોએ જીવ બચાવવા પોલીસ કમિશનર અજય તોમરને ફોન કરતા પોલીસ દૃોડતી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલામાં શાકા ફેમિલીના ગુડ્ડુ શાખા, સાજીદૃ શાખા, ફજલ શાખા, રિઝવાન શાખા, જાવેદૃ કાલુ, પરવેશ શાખા, જુનેદૃ શાખા અને બીજા માથાભારે ઇસમો એ હુમલો કર્યો હોવાની વાત બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.