સુરતમાં ભાજપ નેતાની દિકરીના લગ્ન પ્રસંગમાં કોરોના નિયમોની ઐસી-તૈસી

16
bjp-surat-marriage-સુરત
bjp-surat-marriage-સુરત

Subscribe Saurashtra Kranti here

સુરત માંગરોળના વેરાકૂઈમાં ભાજપ નેતા ઈન્દ્રેશ મલિકના દીકરીના લગ્નપ્રસંગનો વીડિયો વાઈરલ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેરાકૂઈ ગામે આવેલા હોળી ફળિયામાં પણ લગ્ન પ્રસંગે લોકોના ટોળા એકઠા થયા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહૃાો છે. જેમાં ભાજપના કાર્યકર્તા ઇદ્રિશભાઇ મલેકની દીકરીનો લગ્ન પ્રસંગમાં કોવિડ-૧૯ ની ગાઈડ લાઈનનો ભંગ થયો હતો. લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને ગરબે ઘૂમવાની સાથે સાથે ડાન્સ કરતા પણ જોવા મળ્યાં હતાં.

સુરત માંગરોળના વેરાકૂઈમાં ભાજપ નેતા ઈન્દ્રેશ મલિકના દીકરીના લગ્નપ્રસંગનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહૃાો છે. આ વીડિયોમાં આપ જોઈ શકો છો ડીજેના તાલે મોટી સંખ્યામાં લોકો ગરબા રમી રહૃાા છે. હાલ કોરોનાકાળમાં પણ આટલી મોટી સંખ્યામાં ભીડ ભેગી કરતાં ભાજપના નેતા વિવાદમાં આવી ગયા છે. એકબાજુ ભાજપની સરકાર કોરોનાને કાબૂમાં લેવા માટે પ્રતિબંધો લગાવી રહી છે. તો બીજી બાજુ ભાજપના નેતાઓ દ્વારા જ નિયમોનાં ધજાગરા ઉડાવવામાં આવી રહૃાા છે.

ભાજપ નેતા ઈન્દ્રેશ મલેક જણાવ્યું કે મેં આવો કોઈ વીડિયો જોયો જ નથી. અને કહૃાું કે મેં કોઈ ડીજે મંગાવ્યું જ નથી. અમારા સમાજમાં નાચવાનું આવતું નથી. આદિવાસી સમાજ દ્વારા કોઈ આયોજન કરાયું હોય તો હું અજાણ છું. આ મારા વિરોધીઓની ચાલ છે. હું હાલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયું છે. અને તે માટે આ કાવતરૂ કરવામાં આવ્યું છે.

Read About Weather here


વેલદા લગ્ન પ્રસંગ મામલો: પીએસઆઇ, જમાદાર સસ્પેન્ડ

એક તરફ કોરોના મહામારીએ તાપી જિલ્લામાં ઉથલો માર્યો છે ત્યારે બીજી તરફ સરકારે કોવીડ-૧૯ના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે જાહેર કરેલ ગાઇડ લાઇનનો નિઝર તાલુકાના વેલદા ગામે મંગળવારે રાત્રીના સમયે યોજાયેલા એક લગ્નપ્રસંગે સરેઆમ ભંગ કરી લોકોના મોટા ટોળા ભેગા કરવામાં આવ્યા હતા અને ડીજેના તાલે હજારો લોકો ઝૂમ્યા હતા.આ અંગે નો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.આયોજકો સામે જાહેરનામાંના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.સાથે જ સ્થાનિક PSI અને જમાદારને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here