સુરતમાં બેડ, ઓક્સિજન બાદ હવે લાકડાની અછત, વૃક્ષોને કાપીને સ્મશાનમાં મોકલાયા!

સુરત
સુરત

સુરતમાં સૌથી જૂનુ અશ્ર્વિનીકુમાર સ્મશાન ગૃહમાં પણ આ પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે

સુરતમાં સ્મશાન ગૃહની ચિતાઓ પણ થાકી ગઈ છે. સતત અંતિમ સંસ્કારને લઈ બે ચિતાઓને નુકસાની થઈ છે. આ કારણે મૃતદેહોના અંતિમ સંસ્કારનું લિસ્ટ લંબાયું છે. તો સાથે જ અંતિમ વિધિ માટે સ્મશાન પર ભારણ વધ્યું છે. એક તરફ જ્યાં સ્મશાન ગૃહમાં ચીમનીઓ પિઘળવા લાગી છે, ત્યાં બીજી તરફ, સ્મશાન ગૃહોમાં મૃતદેહોને બાળવા માટે લાકડા પણ ખૂટી રહૃાાં છે.

Subscribe Saurashtra Kranti here

સુરતના અશ્ર્વિની કુમાર અને રામનાથ ઘેલા સ્મશાન ઘાટના પ્રમુખ હરીશભાઈ ઉમરીગરનું કહેવુ છે કે, અહી રોજ ૧૦૦ થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર થાય છે. સુરતના નવા પાલ, લીંબાયત સ્મશામ ગૃહમાં લાકડાની અછત ઉભી થઈ છે. ત્યારે સુરતમાં હવે બેડ, ઓક્સિજન બાદ હવે લાડકાની અછત ઉભી થઈ છે. ત્યારે હવે સુરતના રસ્તા ઉપરના વૃક્ષો ટ્રીમીગ કરી લાકડા અને ડાળીઓ સ્મશાન ગૃહોમાં મોકલવામાં આવી રહી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત આંકડા અનુસાર, ગુજરાતનાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવાં મોટાં શહેરોમાં જ રોજના ૬૦૦ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરાઈ રહૃાા છે, જેમાં આશરે ૯૬ હજાર કિલો લાકડું વપરાઈ જાય છે. ત્યારે હવે વધુ લાકડુ ક્યાંથી લાવવું તે મોટો પ્રશ્ર્ન ઉભો થઈ રહૃાો છે. એકલા સુરતમાં જ રોજના દસેક ટ્રક ભરીને નજીકના ગ્રામીણ વિસ્તારોમાંથી લાકડાં લવાઈ રહૃાાં છે. એકલા સુરતમાં જ ૨.૮૮ લાખ કિલો લાકડાં વપરાઈ ગયાં. સ્મશાનોના કર્મચારીઓના કહેવા પ્રમાણે, એક મૃતદેહની અંતિમવિધિમાં આશરે ૧૬૦ કિલો લાકડાંનો ઉપયોગ થાય છે. હાલ મૃતદેહો બાળવા માટે દેશી બાવળ, આંબો અને કુલમૂલ જેવાં વૃક્ષોનાં લાકડાંનો ઉપયોગ કરાય છે.

લાકડાંથી અંતિમસંસ્કારની મુશ્કેલી એટલે વધી ગઈ છે કે વિદ્યુત ભઠ્ઠીની સંખ્યા હજુ ઓછી છે અને મૃતદેહો વધારે. વિદ્યુત ભઠ્ઠીમાં ત્રણ કે ચાર મૃતદેહના અંતિમ સંસ્કાર પછી મશીનનું મેન્ટેનન્સ કરવું પડે છે. વિદ્યુત ભઠ્ઠીને ૨૪ કલાકમાં એક વાર બેઝિક રિપેિંરગ માટે થોડા કલાક બંધ રાખવી પડે છે. અધિકારીઓએ જણાવ્યુ કે, ગત એક સપ્તાહથી મૃતદેહોને બાળવામાં તકલીફો ઉભી થઈ રહી છે. ગેસ આધારિત ભઠ્ઠીઓ સતત ચાલુ છે, જેથી તેના મેઈનટેઈનન્સમાં તકલીફો આવી રહી છે.

Read About Weather here

સ્મશાન ગૃહ દ્વારા માહિતી મળી કે, સ્મશાન ગૃહમાં ૬ ગેસ ભઠ્ઠી ૨૪ કલાક તપ છે અને તાપમાન ૬૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ કારણે લોખંડની ભઠ્ઠી અને ચીમની પીઘળવા લાગે છે. ગરમીને કારણે તેમાં તિરાડ પડી રહી છે. મશીનના આ ભાગને બદલવુ પડે છે. સૂરતમાં સૌથી જૂનુ અશ્ર્વિનીકુમાર સ્મશાન ગૃહમાં પણ આ પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે. તેથી અમે લાકડાની ચિતાઓ વાપરવાનો નિર્ણય કર્યો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here