સુરતમાં બનેવીએ જ લગ્નની લાલચે ૧૩ વર્ષની સગીરાને બનાવી ગર્ભવતી

સુરતના લીંબાયતની ૧૩ વર્ષની સગીરાને બનેવીએ લલચાવી ફોસલાવી શારીરિક સંબંધ બાંધી શોષણ કરી ગર્ભવતી બનાવી દીધી હતી. લગ્ન માટે દબાણ કરતાં બનેવીએ બળજબરી કરી ગર્ભ પણ પડાવી દેતાં આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે બનેવીની અટક કરી હતી.

લીંબાયતમાં રહેતાં ૫૦ વર્ષીય નરગીસબાનુ (નામ બદલ્યું છે) મજૂરી કામ કરે છે. સંતાનમાં ૩ દીકરી અને ૧ દીકરો છે. જે પૈકી ૧૩ વર્ષીય પુત્રીનું પેટ ફૂલવા લાગ્યું હતું.

ગત ફેબ્રુઆરી માસમાં નરગીસબાનુએ દીકરીને આ અંગે પુછ્યું તો તેણીએ જીજા શફીકને પૂછો એવો જવાબ આપી દીધો હતો. નરગીસની બહેનની દીકરીના પતિ શફીકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. શફીકને જાણ કરી તો તેને લગ્ન કરવાની વાત કરી હતી. લગ્ન શક્ય ન હોય તેઓ વચ્ચે ઝઘડો પણ થયો હતો. ત્યારબાદ શફીક સગીરાને ડીંડોલીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો.

અહીં બળજબરી કરી તેને સગીરાનો છ માસનો ગર્ભ લગ્ન કરવાની લાલચે પડાવી દીધો હતો. સમાજમાં બદનામી ન થાય તે માટે પરિવારજનો ચૂપ રહૃાા હતા. જો કે શફીક વારંવાર ઘરે આવી સગીરા સાથેલ લગ્ન કરવા દબાણ કરવા સાથે ધમકી આપતો હતો. જેથી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.