સુરતમાં પાલિકાએ ૪૬ સ્કૂલોમાં મચ્છરના બ્રીડીંગ મળતા ૫૬ હજારનો દંડ વસુલાયો

43

એક તરફ કોરોનાનો કહેર ચાલી રહૃાો છે ત્યારે બીજી તરફ મચ્છરજન્ય રોગોએ માથુ ઊંચક્યું છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો નોંધાઈ રહૃાો છે. જેનાં નિયંત્રણ માટે વીબીસીડીસી વિભાગે હાથ ધરેલી ઝુંબેશમાં કુલ ૬૦૩ શાળાઓમાં તપાસ કરતાં બ્રીડીંગનો નાશ કરી બેદરકારી દાખવનારી સ્કૂલોને નોટીસ ફટકારાઇ છે. તેમજ સ્કૂલો પાસેથી રૂપિયા ૫૬ હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.

પાલિકાની વેક્ટર બોર્ન ડીસીસ (વીસીડીસી) વિભાગની ૧૦૫ ટીમે ગુરુવારે હાથ ધરેલી ઝુંબેશમા હિલ્સ નર્સરી સ્કૂલ,વી.આઇ.પી. રોડ, ભરથાણા ગામ ૧૦ હજાર, ટાગોર પબ્લિક સ્કૂલ,કેવલ નગર પાસે ૫ હજાર, લુડ્ઝ કોન્વેન્ટ સ્કૂલ ૨ હજાર, લીંબાયત ઝોન વિસ્તારમાં વેદૃાંત ઈન્ટરનેશનલ સ્કૂલ, ડીંડોલી ૩ હજાર, માતૃભૂમિ વિદ્યાસંકુલ, ડીંડોલી ૨ હજાર, સનરાઈઝ વિદ્યાલય ડીંડોલી ૧૧ હજાર રૂપિયા, ઉધના ઝોનમાં જીવન વિકાસ સ્કૂલ, રામ નગર-૨ રૂપિયા ૨૫૦૦, ઉધના એકેડેમી ટ્રસ્ટ-રણછોડનગર ૨ હજાર, ગુરુકૃપા સ્કૂલલક્ષ્મીનગર ૧ હજાર, સમિતી સ્કૂલપોસ્ટલ સોસાયટી ૧ હજારનો દંડ કર્યો છે.

વરાછા-એ ઝોનમાં દિવાળી બા વિદ્યાલય નવનિધી વિદ્યાલય સંતોષી નગર ૨ હજાર, ધારૂકાવાલા કોલેજ રૂપિયા ૧૫૦૦, નિર્માણ માધ્યમિક શાળા ગાયત્રી સોસા. ૧ હજાર, લિટલ લાવર સ્કૂલ કાપોદ્રા ૧ હજાર, વરાછા-બી ઝોનમાં સીવીલાઈઝ મોર્ડન સ્કૂલ ૧ હજાર, તપોવન સ્કૂલ ૧ હજાર, રાંદેર ઝોનમાંથી ડી.આર. રાણા સ્કૂલ, ગુ.હા.બોર્ડ ૧ હજાર, શાંતિનિકેતન સ્કૂલ, વર્ષા સોસા.૧ હજાર. આમ કુલ ૪૬ સ્કૂલોને નોટીસ અપાઇ છે અને ૫૬ હજારનો વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવ્યો છે.