સુરત જિલ્લાના કામરેજ પાસે આવેલા કોસમાડા ગામે જમીન સંપાદન કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. રેલવેના તંત્ર દ્વારા ખેડૂતના ઉભા પાક પર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યુ હતું. જેથી ખેડૂતના આંખમાં આસુ આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ખેડૂતોની માંગ છે કે, ગુડ્ઝ ટ્રેન માટે ગામની અન્ય ખાલી જમીનમાં કામગીરી કરવા કરવામાં આવે, તો ગુડ્સ કોરિડોર માટે બળજબરીથી જમીન સંપાદન કરવામાં આવ્યુ છે.
નોંધપાત્ર છે કે રેલવેના અધિકારીએવો દાવો કરતા જોવા મળ્યા કે તે જમીન રેલવેની છે..જોકે હાલ તો રેલવે દ્વારા ક બે નહી પરંતુ ત્રણ ત્રણ બુલડોઝર ફેરવી દેવામાં આવતા ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે..ખડૂતો રજૂઆત કરતા રહૃાા કે ૧૫ દિવસ બાદ સુગર ફેક્ટરીઓમાં શેરડી લઈ લેવામાં આવશે પરંતુ તેમ છતાં રેલવે તંત્રએ શેરડીના ઉભા પાક પર બુલડોઝર ફેરવી નાખ્યા.