ટેક્સટાઈલ અને ડાયમંડ નગરી ગણાતા શહેરમાં છેતરિંપડીના આર્થિક ગુનાઓ વધતાં જતાં ઈકોનોમિત ઓફેન્સ સેલ અને ગોડાદરા પોલીસ સ્ટેશનના લોકાર્પણ સાથે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ડીજી આશિષ ભાટીયાના હસ્તે પોલીસ સ્ટેશનના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, પોલીસ કમિશનર અજય તોમર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહૃાા હતા.
ઇકોનોમિક ઓફેન્સ સેલ ક્રાઇમબ્રાંચમાં શરૂ કરવાની સાથે પોલીસ કમિશનરે સ્ટાફ પણ ફાળવી દૃીધો છે. હાલમાં ઇકોનોમિક ઓફેન્સ સેલ ૨ પીઆઈ, ૩ પીએસઆઈ, ૧ એસએસઆઈ સહિત ૧૬ જણાનો સ્ટાફ કાર્યરત છે. આગામી દિવસોમાં બીજા ૩૪ પોલીસકર્મીઓની ભરતી કરવામાં આવશે.
નવા પોલીસ સ્ટેશનના લોકાર્પણની સાથે સાથે ઈકોનોમિક ઓફેન્સ સેલના ઉદઘાટનના કાર્યક્રમમાં આવેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહૃાું કે, હાલમાં આર્થિક બાબતોના ગુના વધી રહૃાાં છે. જેથી આ પોલીસ સ્ટેશન અને સેલ દ્વારા આગામી સમયમાં ગુનાખોરી ઘટાડવા માટે અને કાયદા વ્યવસ્થાની સ્થિતિને જાળવવામાં મદદરૂપ થશે.