Subscribe Saurashtra Kranti here.
સૂરત શહેરના તમામ મોલ બંધ રાખવા મનપા તંત્રએ આદેશ
સૂરતમાં માત્ર રવિવારે મોલ બંધ રાખવાનો આદેશ હતો
ગુજરાતમાં થોડા સમય પહેલા લગભગ નિયંત્રણમાં આવી ગયેલો કોરોના વાયરસ ધીમે ધીમે ફરી માથું ઉચકી રહૃાો છે. સૂરતમાં સ્થિતિ ધીમે ધીમે વધારે વણસી રહી હોવાથી તંત્ર સાવચેત થયું છે. સુરતમાં શનિવાર અને રવિવારે મોલ બધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોનાના કેસ વધતા આખરે તંત્રએ આ નિર્ણય લીધો છે. હવે અઠવાડિયામાં બે દિવસ શહેરના તમામ શોપીંગ મોલ બધ રહેશે.
સૂરત શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ફરી એકવાર વધી રહૃાું છે. જેથી સ્થિત વધારે વકરે નહીં અને કોરોનાના સંક્રમણને નાથવા માટે સૂરત તંત્ર દ્વારા ફરી એક વાર મોલ બધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી અઠવાડિયામાં કોરોનાના કેસોની સંખ્યા વધતા ૨ દિવસ મોલ બંધ રહેશે.
Read About Weather here
આ અગાઉ માત્ર ગત રવિવારે એક દિવસ જ મોલ બંધ કરવાનો આદેશ કરાયો હતો. પરંતુ ૧ સપ્તાહમાં કેસોની સંખ્યામાં વધારો થતાં તંત્રની કડકાઈ પણ વધી છે. આખરે હવે શનિ અને રવિ બન્ને દિવસ સૂરત શહેરના તમામ મોલ બધ રાખવા મનપા તંત્રએ આદેશ કર્યો છે. આમ હવેથી એક અઠવાડિયામાં માત્ર ૫ જ દિવસ મોલ ખુલ્લા રહેશે.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here