સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક ૪૬૫૩૦ પર પહોંચ્યો, મૃત્યુઆંક ૧૦૯૩

44

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૪૬૫૩૦ પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક ૧૦૯૩ થયો છે. ગત રોજ શહેરમાંથી ૨૦૩ અને જિલ્લામાંથી ૩૯ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં ૪૪ હજારને પાર કરી ૪૪૨૧૦ દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.

શહેરમાં નવા નોંધાયેલા કેસમાં કાપડ દલાલ, કાપડના વેપારી, હીરા વેપારી સહિત અનેક કોરોના સંક્રમિત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં વિદ્યાર્થી, કાપડ દલાલ, કાપડના વેપારી, પ્લાયવુડના વેપારી, નવી સિવિલના કોવિડ કન્સલટન્ટ, હીરા વેપારી, વેસ્ટ ઝોનમાં પનીરના વેપારી, હીરા દલાલ, બેંક કર્મચારી, વેસ્ટ ઝોનમાં બિલ્ડર, સેન્ટ્રલ ઝોનમાં ડાઈંગના વ્યવસાઈ, સાઉથ ઝોનમાં એકાઉન્ટન્ટ, નોર્થ ઝોનમાં રત્નકલાકાર, ખેડૂત, ઈસ્ટ ઝોનમાં સેલ્સમેન અને કાપડના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ ૬૭ દર્દીઓ સારવાર લઇ રહૃાા છે. તે પૈકી ૩૨ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૫ વેન્ટિલેટર, ૧૨ બાઈપેપ અને ૧૫ દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ ૨૧ દર્દીઓ સારવાર લઇ રહૃાા છે. તે પૈકી ૧૭ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૨ વેન્ટિલેટર, ૮ બાઈપેપ અને ૭ દર્દીઓ ઓક્સિજન પર છે.