ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહૃાો છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરયૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહૃાો છે. ગઇ કાલે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં સુરત કોર્પોરેશન ૨૨૮ કેસ નોંધાયા છે. ત્યારે હવે વધતા કેસને લઇને સુરત મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોનાને લઇને સુરતમાં શનિ રવિ મોલ બંધ રહેશે.
કોરોનાના કહેરને લઇને સુરત મનપા હરકતમાં આવી છે. વધતા કેસને લઇને શોપિંગ મોલ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ખાસ કરીને શનિ-રવિ મોલમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હતા જેને લઇને આ સુરત મહાનગર પાલિકા દ્વારા મોલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય નિયમમાં કોઇ ભંગ થશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ સતત વધતા કેસને લઇને તંત્ર દોડતું થયું છે કારણકે હજી કેટલાક એવા બેજવાબદાર લોકો છે તે માસ્ક વગર જાહેરમાં ફરે છે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરતા નથી. જ્યારે સુરતના મોલમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા સુરત મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ મોલમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવતું ન હતું. જો કોઈ મોલ ખાતે નિયમોનો ભંગ જણાશે તો મનપા દ્વારા કડક પગલાં લેવામાં આવશે.