સુરતમાં કોરોનાથી બચવા લોકો રૂ. 720ના આપી રહૃાા 7000
,Subscribe Saurashtra Kranti here
સુરત કોરોના સંક્રમણ વધી રહૃાું છે, કોરોનાની સારવાર માટે અત્યંત જરૂરી એવા રેમડેસિવીર ઇંજેક્શનની અછત ના પડે એ માટે સરકાર પૂરતા સ્ટોકનો દાવા કરી રહી છે પણ આ પહેલા સુરતમાં ઇંજેક્શનની કાળાબજારીનો કિસ્સો સામે આવ્યો છે આરોપ છે કે પ્રાઇવેટ હોસ્પિટલ ૭૨૦ની કિંમતના ઇંન્જેક્શનના ૭૦૦૦ હજાર રૂપિયા લીધા છે.
એક બાજુ રાજ્ય સરકાર કરી રહી છે કે રેમડેસિવીર ઇંજેક્શનની અછત નથી ,તો બીજી બાજુ કોરોનાના દર્દીઓ ઇંજેક્શન માટે સુરતમાં તમામ મેડિકલ સ્ટોર પર વલખા મારી રહૃાા છે, પરંતુ આ ઇંજેક્શન ક્યાય મળી રહૃાા નથી. ૭૨૦ રૂપિયાના ઇંજેક્શન માટે તેઓ સાત હજાર રૂપિયા આપ્યા હોવાની જાણકારી મળી રહી છે. સંજય ચૌબે નામના વ્યક્તિએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું, ઇંજેક્શનની કાળાબજારી ચાલી રહી છે, મજબૂરીમાં વધારે કિંમત આપી લોકો ઇન્જેક્શન ખરીદી રહૃાા છે, પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓને ૬ ઈજેકેશનો લગાવવાનું જણાવે છે પણ પરંતુ એક ઇન્જેક્શન લેવા માટે આખુ શહેર ફરવુ પડે છે.
કોવિડ દર્દીના પરિજન સંજય ચૌબેએ જણાવ્યું હતું કે રેમડેસિવીર ના ૬ ઇન્જેક્શનની જરૂરિયાત હતી, પરંતુ આખા સુરતમાં આવેલા મેડિકલ સ્ટોરમાં તપાસ કરતા આ ઇંજેક્શન ક્યાય ઉપલબ્ધ નથી. ડોક્ટરે કીધું કે આ ઇંજેક્શન સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મળી રહેશે પરંતુ ત્યાં તપાસ કરતાં પણ આ ઇંજેક્શન ઉપલબ્ધ નહોતા.
Read About Weather here
બહાર તપાસ કરતાં જે લોકો આ ઇંજેક્શન આપવાનું કહે છે તેઓ ૭૨૦ ની જગ્યાએ ૭૦૦૦ લઇ રહૃાા છે મજબૂરીના કારણે અત્યારે અમે સાત હજાર રૂપિયાના રેમડેસિવીર ઈન્જેક્શન લીધા છે. બીજી બાજુ સૂરતના મ્યુનિસિપલ કમિશનર પંજાની પાનીએ જણાવ્યું, સૂરતમાં હાલ ઇન્જેક્શનની અછત નથી રાજ્ય સરકારે ઇન્જેક્શનનો જથ્થો મોકલ્યો છે.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here