સુરતના વૃદ્ધને દુષ્કર્મના કેસમાં ફસાવાની ધમકી આપી તોડ કરનાર ટોળકી સામે ગુનો દાખલ

79

સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તારના વૃદ્ધને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મહિલા સહિતની ટોળકીએ રૂપિયા ૨૫ હજારનો તોડ કર્યો હતો. ટોળકીના સાગરીતે પહેલા વૃદ્ધને તેના ખાતાની પાસે બેઠો હતો ત્યારે ભંગાર વેચવાનો છે કે નહી હોવાને બહાને તેની સાથે વાતચીત કર્યા બાદ દેલાડવા પાટીયા ખાતે સંચાનું ખાતુ ભાડે આપવાનું છે તે બતાવાનું કહી તેની ચાવી લેવાને બહાને કામરેજના રૂમમાં લઈ ગયો હતો.

ત્યાં ટોળકીના અન્ય સાગરીતો પોલીસ બનીને અંદૃર આવી મહિલા સાથે બિભત્સ હાલતમાં ફોટા પાડી દુષ્કર્મનો કેસ કરવાને બહાને પૈસા પડાવ્યા હતા. પોલીસે વૃદ્ધની ફરિયાદ લઈ મહિલા સહિતની ટોળકી સામે ગુનો દૃાખલ કરી તપાસ હાથ ધરી છે. ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી ગ્રીન એવન્યુ રેસીડેન્સી કોમ્પ્લેક્ષમાં રહેતા કુંદૃનલાલ મગનલાલ કણીયા (ઉ.વ.૭૯) કતારગામ વસ્તાદેવડી રોડ નીતા એસ્ટેટમાં લુમ્સના ૨૪ મશીન ચલાવતા હતા.

દરમિયાન અગિયાર મહિલા પહેલા મિલકત જુની હોવાથી પડી ગઈ હતી, મીલકતનો કાટમાળ અને મશીનરી ત્યાં જ પડી છે. કુંદનલાલ રોજના આ મિલકત પાસે આવીને બેસે છે. ગત ૪ ડિસેમ્બરના રોજ સવારે જગ્યા પણ બેઠા હતા. તે વખતે અજાણ્યો તેમની પાસે આવીને પ્લોટમાં પડેલો ભંગાર વેચવાનો છે હોવાનું પુછ્યું હતું. જોકે કુંદનલાલે ભંગાર વેચવાની ના પાડી હતી. અજાણ્યાએ જતા જતા પોતાનું નામ વિશાલ હોવાનું કહી મોબાઈલ નંબર આપ્યો હતો.