સુરતના ત્રણ યુવકોની કાર દમણમાં ૨૦ ફૂટ ઉપરથી નદીમાં ખાબકી

12

સુરતના ત્રણ મિત્રો કાર લઇ અને દમણ ફરવા આવ્યા હતા. દમણમાં ખાવા-પીવાની મોજ કરી અને સુરત પરત ફરી રહૃાા હતા એ વખતે ગુજરાત અને દમણની હદ પર આવેલા પાતલિયા ચેકપોસ્ટના પાટલીયા પુલના દમણ બાજુના છેડા પર નવા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહૃાું છે. પુલ ના છેડા પર કોઈ સૂચક સાઈન બોર્ડ નહીં મૂકેલા હોવાથી કાર ચાલકે પુરઝડપે કાર દોડાવતા કાર સીધી નવા નિર્માણ પામી રહેલા પુલની નીચે નદીમાં ખાબકી હતી. ધડાકાભેર કાર નીચે ખાબકતા આસપાસના વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા. રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો પણ રોકાઈ અને નદીમાં નીચે ખાબકેલી કારમાં સવાર લોકોને બચાવવા પ્રયાસ કર્યા હતા.

પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં દમણ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને નદીમાં ખાબકેલા કારમાં સવાર ત્રણ યુવકોને બચાવવાના પ્રયાસ કર્યા હતા. પૂર ઝડપે પસાર થતી કાર ૨૦ ફૂટ નીચે નદીમાં ખાબકી હોવાથીકારમાં સવાર ત્રણ યુવકોને ગંભીર ઈજા થઈ હતી આથી તેઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર ત્રણેય યુવકો નશાની હાલતમાં હોવાનું ચર્ચાઈ રહૃાું છે.

પોલીસે ક્રેનની મદદથી પુલ નીચે ખાબકેલી કારને બહાર કાઢી હતી. આમ દમણ અને ગુજરાતની હદ પર પાતળિયા ચેકપોસ્ટ નજીક દમણની હદમાં ચાલી રહેલા પુલના નિર્માણ ના કામના સૂચક બોર્ડ નો અભાવ હોવાથી અનેક વાહનચાલકો આવી રીતે ગફલત ભરી રીતે અકસ્માતનો ભોગ બને છે. ત્યારે પુલ ના છેડા પર જરૂરી સૂચક સાઈન બોર્ડ મૂકવામાં આવે તો અકસ્માતો અટકી શકે.

Previous articleગોમતીપુરના પોલીસ કોન્સ્ટેબલે કર્યું ફાયરીંગ, એક યુવકને ઈજા
Next articleઅમદાવાદ રિવરફ્રન્ટ પર છેડતીની ઘટનાઓને કંટ્રોલ કરવા પોલીસનો એક્શન પ્લાન તૈયાર