સુરતના ચિતેશભાઈએ ૧૧૯ દિવસ પછી કોરોનાને હરાવ્યો

64

સુરતના બેગમપુરાની દૃુધાળા શેરીમાં રહેતા ૪૭ વર્ષના બિઝનેસમેન ચિતેશ કણિયાવાલાએ કિરણ હોસ્પિટલમાં ૧૧૯ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો છે. દાખલકર્યા પછી તેમની તબિયત બગડી રહી હતી. ડોક્ટરે પરિવારને કહૃાું, અમે સારવાર કરીશું, તમે મોટિવેશન આપો. ત્યાર બાદ પરિવારના ૩૦ સભ્યો રોજ સવાર અને સાંજે એક જગ્યા પર ભેગા મળીને વિડિયો-કોલથી તેમને હસાવવાનું શરૂ કર્યું. સતત ૬૦ દિવસ સુધી વિડિયો-કોલથી તેમને મોટિવેશન આપ્યું. આ ઉપરાંત પરિવારે નક્કી કર્યું કે એક દિવસ છોડીને એક દિવસે પરિવારના એક સભ્ય પીપીઈ કિટ પહેરીને તેમને રૂબરૂ મળવા માટે હોસ્પિટલમાં જશે.

સભ્યો ૪૦ વખત તેમને રૂબરૂ મળવા માટે ગયા. એના માટે એક સમયે પરિવારે જથ્થાબંધ પીપીઈ કિટ પણ વસાવી લીધી હતી. ૧૧૯ દિવસ પછી સાજા થનાર ચિતેશ કણિયાવાલાએ કહૃાું- મને કોરોના થયો ત્યારે એમ હતું કે હું ૧૦ દિવસ પછી તો ઘરે આવી જઈશ, પરંતુ હોસ્પિટલમાં જેમ જેમ દિવસો પસાર કરતો ગયો તેમ તેમ મને એમ લાગતું હતું કે હવે હું ક્યારેય ઘરે જઈ શકીશ નહીં. મારે શ્ર્વાસ લેવા માટે ઝઝૂમવું પડતું હતું.

શ્ર્વાસ લેવા માટે હું તરફડી રહૃાો હતો. એક વખત શ્ર્વાસ લેવા માટે મારી બધી તાકાત કામે લગાવી દૃેવી પડતી હતી, તેમ છતાં હું શ્ર્વાસ લઈ શકતો ન હતો. દરેક સેકન્ડ પછી મને એમ થતું હતું કે હવે આ મારી જીદગીની છેલ્લી સેકન્ડ છે. ૨૦ દિવસ સુધી તો હું હોસ્પિટલમાં બેહોશ રહૃાો હતો. હોશમાં આવ્યો ત્યારે પણ મનમાં સતત એવા જ વિચારો આવતા હતા કે હું જીવી શકીશ કે નહીં ? પરંતુ મારા પરિવારના મોટિવેશન અને ડોક્ટરોની મદદથી હું ઘરે પહોંચ્યો છું. કદાચ પરિવારનું મોટિવેશન ન મળ્યું હોત તો હું મૃત્યુ પામ્યો હોત. હવે ઘરે આવી ગયો છું. મારું વજન ૨૦ કિલો ઓછું થઈ ગયું છે.