સુરતના ઉધના મગદલ્લા રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ પડતા લાખો લિટર વાણીનો બગાડ

47

સુરતના ઉધના મગદલ્લા રોડ પર આવેલા સોસિયો સર્કલ નજીક પાણીની લાઈનમાંથી રસ્તા પર લાખો લિટર પાણી વહૃાું હોય છે. રસ્તા પર પાણી પ્રેશર સાથે બહાર આવતાં સર્કલ પર પાણી ભરાય છે. રસ્તા પર પાણી ભરાતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આ અંગે પાલિકાના હાઈડ્રોલિક વિભાગના અધિકારીએ કહૃાું કે, હાલ અઠવામાં પાણી લઈ જવા માટેની કામગીરી ચાલી રહી છે. ખટોદરાથી અલથાણ સુધીની ૧૨૦૦ મીમી વ્યાસની પાઈપ લાઈન નાખવામાં આવી રહી છે. જેથી પાઈપમાં રહેલી ગંદકીને દુર કરવાની કામગીરી ચાલી રહી છે.

પાલિકા દ્વારા કામકાજના સમયે રસ્તા પર પાણીની પાઈપ લાઈન સાફ કરવા માટે રસ્તા પર પાણીનો જે વેડફાટ થયો તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ કહૃાું કે, લાખો લિટર પાણી રસ્તા પર વહેવાની સાથે સર્કલ પર પાણી ભરાતાં ટ્રાફિક સર્જાતા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.

એમ.પી.શાહ, ડે. ઈજનેર, હાઈડ્રોલિક વિભાગએ જણાવ્યું કે, ખટોદૃરાથી અલથાણ સુધીની ૧૨૦૦ મીમી વ્યાસની લાઈન નાખવામાં આવી રહી છે. જેના થકી અઠવામાં પાણી લઈ જવાનું છે.એ લાઈન નવી શરૂ કરવામાં આવી રહી હોવાથી તેનું ઘસીને ગંદકી જે હોય તે દુર કરવા માટેની કામગીરી ચાલી રહી છે.

Previous articleબોલો..અમદાવાદમાં શબવાહિનીની ચોરી થતા હડકંપ મચ્યો
Next articleઆઠ વર્ષની બાળકીના અપહરણ-છેડતી મામલે કોર્ટે આરોપીને ત્રણ વર્ષની કેદ ફટકારી