સુરતઃ જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વધુ એક વીડિયો વાઇરલ

જાહેરમાં જન્મદિવસની ઉજવણી
જાહેરમાં જન્મદિવસની ઉજવણી

સુરતમાં કેટલાક લોકો રાત્રે બ્રીજ પર ભેગા થઈને જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવો વિડીયો વાઈરલ થયો છે

હાલના સમયમાં જયારે કોરોના ધીમો પાડી રહ્યો છે ત્યારે સરકારે રાત્રી કર્ફ્યુનો સમયગાળો રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યાનો કર્યો છે. અને લોકોને અપીલ કરી કરી છે કે તે કારણવગર બહાર ન નીકળે અને વધુ લોકો ભેગા ન થાય. અત્યારે લગ્ન સમારંભનાં આયોજનમાં માત્ર ૫૦ લોકોની છૂટ આપી તે દરમ્યાન કેટલાક એવા તત્વો પણ છે જે જાહેરનામાંનો ભંગ કરીને ભેગા થાય છે. આવી જ રીતે સુરતમાં કેટલાક લોકો રાત્રે બ્રીજ પર ભેગા થઈને જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવો વિડીયો વાઈરલ થયો છે. આ લોકો રાત્રીના સમયમાં રોડ પર સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ વિડીયો શહેર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવે છે કે પ્રતિબંધ હોવા છતાં પણ આ લોકો કઈ રીતે ઉજવણી કરી રહ્યા હતા. રાત્રી દરમ્યાન પોલીસની પેટ્રોલિંગ ટીમનાં ધ્યાનમાં આ બાબત નહિ આવી હોય ? આવા તત્વો વારંવાર પોલીસ કમિશનરનાં જાહેરનામાંનો ભંગ કરી રહ્યા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here