સુરગપુરા ગામે બોરવેલમાં પડેલી દોઢ વર્ષની આરોહી આખરે જીંદગી હારી…

સુરગપુરા ગામે બોરવેલમાં પડેલી દોઢ વર્ષની આરોહી આખરે જીંદગી હારી
સુરગપુરા ગામે બોરવેલમાં પડેલી દોઢ વર્ષની આરોહી આખરે જીંદગી હારી

અમરેલીમાં એક બાળકી બોરવેલમાં પડી હોવાની ઘટના સામે આવી છે.રાજ્યમાં બોરવેલમાં વધુ એક બાળકી પડી છે. અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી હતી. પરપ્રાંતીય ખેત મજુરની દોઢ વર્ષની બાળકી બોરમાં પડી હતી. ભનુભાઈ ભીખાભાઈ કાકડીયાની વાડીના ખુલ્લા બોરમા પડી હતી.

સુરગપુરા ગામે બોરવેલમાં પડેલી દોઢ વર્ષની આરોહી આખરે જીંદગી હારી... બોરવેલ

અમરેલી ફાયર અને 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બોરમાં 45 થી 50 ફુટ ઊંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન છે. 108ની ટીમ દ્વારા બોરમાં ઓક્સિજન સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા કેમેરા ઉતારવામાં આવ્યા છે અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં અગાઉ પ

સુરગપુરા ગામે બોરવેલમાં પડેલી દોઢ વર્ષની આરોહી આખરે જીંદગી હારી... બોરવેલ

ણ બની છે આ પ્રકારની ઘટના

થોડા મહિના પહેલા દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં બે વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકી ફળિયામાં રમતી હતી, તે અચાનક બોરવેલમાં પડતા સ્થાનિક લોક દોડી આવ્યા અને બાદમાં તંત્રને જાણ કરવામાં આવી હતી. બાળકીને કલાકોની જહેમત બાદ બોરવેલમાંથી કાઢવામાં આવી હતી, જે બાદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here