સુત્રાપાડા તાલુકા પંચાયતમાં ભાજપની ૧ મતે જીત

10

સુત્રાપાડા તાલુકા પંચાયતમાં ભાજપની ૧ મતે જીત થઇ છે. સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર માત્ર એક મતે જીત્યા હતા. દસક્રોઇ તાલુકા પંચાયતની અસલાલી બેઠક પર દેરાની ભાજપ તરફથી લડતા રમિલા બેનનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ તરફથી લડતા જેઠાણીએ હારનો સામનો કરવો પડ્યો હતો. નગરપાલિકામાં ભાજપ ૧૮૫ બેઠક પર આગળ છે જ્યારે કોંગ્રેસ ૧૮ બેઠક પર આગળ છે. જિલ્લા પંચાયતમાં ભાજપ ૭૮ બેઠક પર જ્યારે કોંગ્રેસ ૧૫ બેઠક પર આગળ છે. તાલુકા પંચાયતમાં ભાજપ ૧૯૨ અને કોંગ્રેસ ૩૮ બેઠક પર આગળ ચાલી રહી છે.