સી.આર.પાટીલને કમળ છાપ પેંડાથી મોં મીઠું કરાવતા પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી

5

અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય ઐતિહાસિક વિજય થયો હતો અને સમગ્ર ગુજરાતમાં કેસરીયો લહેરાયો હતો. ત્યારે એનસીયઆઈનાં અઘ્યક્ષ અને ખેડૂત નેતા દિલીપ સંઘાણી દ્વારા 1,11,111 કમળ છાપના પેંડા બનાવડાવ્યા હતા જેનાથી ભાજપના કાર્યકર્તા, મતદારો અને ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટિલને મોં મીઠું કરાવી અભિનંદન પાઠવી અને અનોખી રીતે વિજય ઉત્સવ મનાવ્યો હતો.