સિવિલમાં ડેડબોડી લેવા માટે પણ બે કલાકનું વેઈટિંગ !

73
A'BAD સિવિલ-DEADBODY WAITING
A'BAD સિવિલ-DEADBODY WAITING

સિવિલ હોસ્પિટલના હચમચાવી દે તેવાં દ્રશ્યો સામે આવ્યા છે

Subscribe Saurashtra Kranti here

કોરોનાને કારણે અમદાવાદની સ્થિત અત્યંત ચિંતાજનક બની છે. અને કોરોનાએ એશિયાની સૌથી મોટી હોસ્પિટલનાં નામે જાણીતી સિવિલ હોસ્પિટલ વેરવિખેર કરી નાખ્યું છે. સિવિલ હોસ્પિટલની બહાર ૧૦૮ એમ્બ્યુલન્સનોની લાઈનોની ચર્ચા આજે દેશભરમાં થઈ રહી છે. ત્યારે હવે વધારે હચમચાવી નાખનારી હકીકત સામે આવી છે. સિવિલના ડેડબોડી વિભાગ બહાર મૃતદેહ લેવા માટે પણ બે-બે કલાકનું વેઈટિંગ કરવું પડી રહૃાું છે.

સિવિલ હોસ્પિટલના હચમચાવી દે તેવાં દ્રશ્યો સામે આવ્યા છે. ડેડબોડી રૂમની બહાર દર્દીઓની સ્વજનના અંતિમ દર્શન માટે મોટી ભીડ ઉમટી હતી. જો કે તેની વચ્ચે ડેડબોડી રૂમની બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ સાથે સિવીલની સિક્યોરિટી પણ તૈનાત કરવામાં આવી છે. સ્વજનનો મૃતદેહ લેવા માટે લોકોને બે- બે કલાક ઉપરનું વેઈટિંગ કરવું પડી રહૃાું છે. આમ હવે મૃતદેહ લેવા માટે પણ લાંબા વેઈટિંગ ચાલી રહૃાા છે. મૃતદેહ લેવા માટે આવેલાં પરિવારજનોએ સિવીલ પ્રશાશન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Read About Weather here

આમ એકબાજુ સિવીલમાં ૧૦૮ એમ્બ્યુલન્સોની લાંબી લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે. તો બીજી બાજુ ડેડબોડી વિભાગ બહાર પણ મૃતદેહ લેવા માટે લોકોની કતારો લાગેલી છે. અને હવે સિક્યોરિટીને પણ મુકી દેવામાં આવી છે. આ જ દ્રશ્યો તમામ હકીકત વર્ણવી દે છે. કે જે સત્તાવાર આંકડાઓ અને સરકાર કહે છે તે રીતે અમદાવાદની હાલત ઠીક નથી. અમદાવાદની હકીકત કાંઈક અલગ જ છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleમુક્તિધામમાં સીએનજીની એક ભઠ્ઠીના દરવાજાની એંગલ પીગળી ગઇ
Next articleસુરતમાં બેડ, ઓક્સિજન બાદ હવે લાકડાની અછત, વૃક્ષોને કાપીને સ્મશાનમાં મોકલાયા!