સિવિલનો વોર્ડબોય રેમડેસિવિરના પાવડરમાં ગ્લુકોઝનું પાણી ભેળવી વેચતો ઝડપાયો !

સિવિલનો વોર્ડબોય રેમડેસિવિર
સિવિલનો વોર્ડબોય રેમડેસિવિર

સોમવારે આણંદ SOGએ નવા બસ સ્ટેશન પાસે ડુપ્લીકેટ રેમડેસિવિર વેચવા માટે આવેલા ઉમરેઠ યુવકને ઝડપી પાડયો હતો

આણંદ જિલ્લામાં ડુપ્લીકેટ રેમડેસિવિર કૌભાંડ અટકવાનું નામ લેતું નથી. આણંદ પંથકમાં મોટાપાયે ડુપ્લીકેટ રેમડેસિવિર વેપેલો ચાલતો હોવાનું ધીમે ધીમે બહાર આવ્યું હતું. આણંદ જતીન પટેલ, નઇમબાનુ વ્હોરા સહિત ચાર શખ્સોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા.ત્યાર આણંદ શહેર સહિત જિલ્લાની પોલીસ સક્રિય બની છે.જેના પગલે આણંદ શહેર પોલીસે ત્રણ દિવસમાં ચાર શખ્સોને ડુપ્લીકેટ રેમેડસિવિર વેચાતા ઝડપી પાડયા હતા. સોમવારે આણંદ SOGએ નવા બસ સ્ટેશન પાસે ડુપ્લીકેટ રેમડેસિવિર વેચવા માટે આવેલા ઉમરેઠ યુવકને ઝડપી પાડયો હતો.તેની પાસેથી ૨ ડુપ્લીકેટ રેમડેસિવિર અને રોકડા રૂા ૧.૨૬ લાખ સાથે ઝડપી પાડયો હતો.પોલીસે ડીઝાસ્ટર મેનેજમેન્ટઅનઔષધ પ્રસાધનોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

Subscribe Saurashtra Kranti here

આણંદ જિલ્લા એસ.ઓ.જી પી .આઇ જી.એન.પરમાર અને પીએસઆઇ કે.જી .ચૌહાણ ટીમ સાથે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.ત્યારે બાતમી મળી હતી કે ઉમરેઠ જગદીશ પરમાર નામનો યુવક ડુપ્લીકેટ રેમડેસિવિર વેચવા માટે આણંદ નવા બસ સ્ટેશન વિસ્તારમાં આવનાર છે. તે બાતમી આધારે એસઓ જી પોલીસ નવા બસ સ્ટેશન પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી.તે દરમિયાન જગદૃીશચંદ્ર ઉર્ફે જગો પોતાનું એકટીવા લઇ આવ્યો હતો. જેથી પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી લીધો હતો.

પોલીસે એકટીવાની તલાસી લેતામાં તેમાંથી તેમાંથી બે ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેકશન, ગ્લુકોઝની એક બોટલ, રેમડેસીવિર ઇન્જેકશનની ખાલી ૧૫ સીસી , ઇન્જેકશનની ૪ નંગ સીરીઝ, ઇન્જેકશનની ૩ નંગ સોય ,૧ખાલી બોટલ,૧ ફેવીકવીક ૬ બોટલના ડટ્ટા, એક મોબાઇલ અને રોકડા રૂા ૧.૨૬.૦૦૦ તથા એક આઇ કાર્ડ વિગેરે મળી પોલીસે તેની પાસેથી રૂા ૧,૬૧,૦૩૧નો મુદામાલ કબજે લીધો હતો. જગદીશ પરમાર કોઇ રેમડેસિવિરની માંગ કરે તો રૂા ૩ હજાર થી લઇને ૧૦ હજાર સુધીમાં આપતો હતો.પોલીસે તેની સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને ઔષધ પ્રસાધનોની કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે. મોડી સાંજે ઉમરેઠમાં પણ તેના ઘરે તપાસ હાથ ધરી હતી.

Read About Weather here

ઉમરેઠ રેલ્વે સ્ટેશન ચંદ્રમોલેશ્ર્વર મહાદેવ પાસે રહેતા જગદીશચંદ્ર પરમારે નવ વખત નર્સીંગની પરીક્ષા આપી હોવા છતાં નપાસ થયો હતો. ત્યારબાદ તે ઉમરેઠની સંજીવની હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને તેના બેઝ પર નડીઆદ સિવિલ નોકરી લાગ્યો હતો. તેના પિતા ઉમરેઠ ખાતેની એલઆઈસીની ઓફિસમાં નોકરી કરે છે.

આણંદ એસઓજી પોલીસે જગદીશચંદ્ર પરમારને ઝડપી પાડયા બાદ પુછપરછ કરતાં તેણે રેમડેસિવિર ઇન્જેકશનની ખાલી ૫૦ બોટલો ખરીદીને તેમાં ડુપ્લીકેટ ઇન્જેકશન બનાવ્યા હતા.જેમાં ૩૫ ડુપ્લીકેટ ઇન્જેકશન અત્યાર સુધીમાં વેચયા હોવાનું પ્રાથમિક પુછપરછમાં બહાર આવ્યું છે. હાલમાં પોલીસ તેને ઉમરેઠ ખાતેના તેના ઘરે ગઈ છે અને ઘરમાં કોઈ સામાન પડ્યો છે કે નહીં તેની તપાસ કરી રહી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here