સિગારેટ પીવા મુદ્દે પિતાએ આપ્યો ઠપકો આપતાં દિકરાએ ઘર છોડ્યું (18)

AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

Subscribe Saurashtra Kranti here.

બાથરૂમ પાસે તેને સિગારેટ પિતા રંગેહાથ પકડતા તેને ઠપકો આપ્યો

શહેરના પૂર્વ વિસ્તારમાં માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. આજ કાલ બાળકોને ઠપકો આપવામાં આવે તો તે જલ્દી ગુસ્સામાં આવીને કોઈપણ ન ભરવાનું પગલું ભરી બેસતા હોય છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક પિતા બે દિવસ પહેલા હાજર ન હતા. તેઓ સુરત (Surat) ખાતે ગયા હતા. ત્યારે તેઓને જાણ થઈ કે, તેમનો ૧૨ વર્ષનો પુત્ર ઘરે હાજર નથી અને કોઈને કહૃાા વગર જતો રહૃાો છે. જેથી આ પિતાએ પુત્રના મિત્રો અને સબંધીઓના ત્યાં તપાસ કરી પણ તે મળી આવ્યો ન હતો. બાદમાં તેઓ સુરતથી આવી ગયા હતા. બાદમાં તેઓએ તપાસ કરી હતી પણ તે મળી આવ્યો ન હતો.

બાદમાં પોલીસને જાણ કરતા ગુમ થયેલા ૧૨ વર્ષના બાળકના પિતાએ પોલીસને જણાવ્યું કે, તેઓએ બે દિવસ પહેલા બાથરૂમ પાસે તેને સિગારેટ સિગારેટ પિતા રંગેહાથ પકડતા તેને ઠપકો આપ્યો હતો. જેથી તે વાતનું માઠું લગાવી તે જતો રહૃાો હોવાની શંકા વ્યક્ત કરી છે.

શહેરના ઠક્કરનગરમાં રહેતા ૩૫ વર્ષીય યુવાન કેટરીંગના કામમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ યુવાનના પત્ની હયાત નથી અને તેઓને સંતાનમાં બે બાળકો છે. જેમાંથી મોટો દીકરો ૧૨ વર્ષનો છે અને ધોરણ ૮માં અભ્યાસ કરે છે અને તેનાથી નાનો દીકરો આઠ વર્ષનો છે જે ધોરણ ચારમાં અભ્યાસ કરે છે. ગત ૧૧મી માર્ચના રોજ આ યુવાન ઘરે હાજર ન હતા અને તેઓ સુરત ખાતે કેટરીંગના કામ માટે ગયા હતા. તે દરમિયાન તેમની બહેનનો સાંજે ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, તેમનો ૧૨ વર્ષીય દીકરો ઘરે મળતો નથી અને તે ઘરેથી સાંજના સાત વાગ્યે કોઈને કહૃાા વગર નીકળી ગયો છે તેની શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવ્યો નથી.

Read About Weather here

જેથી, આ બાળકના પિતાએ તેના મિત્ર વર્તુળોમાં તેમજ આસપાસમાં તપાસ કરાવી હતી. જોકે, તેમનો દીકરો મળી આવ્યો ન હતો અને આ વાતની ચિંતામા તેઓ બીજા દિવસે એટલે કે, ૧૨ તારીખે સાંજે ઘરે આવી ગયા હતા અને બાદમાં તેમના દીકરા બાબતે આજુબાજુમાં તેમ જ સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરી હતી. પરંતુ તેમને દીકરો મળી આવ્યો ન હતો. બાદમાં તેઓએ આ અંગે કૃષ્ણનગર પોલીસને જાણ કરી હતી અને તેઓએ પોલીસને જણાવ્યું કે, બે દિવસ પહેલા તેમનો દીકરો બાથરૂમ પાસે સિગારેટ પીતો હતો અને તેઓ તેને જોઈ ગયા હોવાથી તેને ઠપકો આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here