સિંધુભવન વિસ્તારમાં પરિણિતાને પાડોશી યુવકે બાથમાં ભીડી આબરુ લેવાનો પ્રયાસ કરતા ચકચાર (26)

10
રવિવારે રાજકોટ
રવિવારે રાજકોટ

Subscribe Saurashtra Kranti here.

સિંધુભવન પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી હતી

અમદાવાદના અત્યંત પોશ ગણાતા બોડકદેવના સિંધુભવન વિસ્તારમાં સ્થિત એક એપાર્ટમેન્ટમાં શરમજનક ઘટના બની છે. એક પરિણીતાને તેના પાડોશમાં રહેતા યુવકે બાથમાં ભીડીને તેનાં કપડાં ફાડી પોતાના ઘરમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતાં માંડ પરિણીતાએ પોતાની આબરૂ બચાવી હતી. આ શરમજનક કિસ્સો હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના સિંધુભવન વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને તેના પાડોશમાં રહેતો એક યુવક દરરોજ શારીરિક રીતે હેરાન કરતો હતો. આ પરિણીતા જ્યારે ઘરેથી બહાર જવા નીકળતી ત્યારે આ યુવક માત્ર અંડરવેર પહેરીને તેની સામે ઊભો રહી જતો હતો, જેથી પરિણીતા તેને ગણકાર્યા વિના ત્યાંથી ઝડપથી નીકળી જતી હતી. આ યુવકે પરિણીતા જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે તેને અચાનક બાથમાં ભીડી લીધી હતી અને તેનાં કપડાં પણ ફાડી નાખ્યાં હતા. બાદમાં તેણે તેને પોતાના ઘરમાં ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ચીસાચીસ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતાં માંડ પરિણીતાએ પોતાની આબરૂ બચાવી હતી.

સિંધુભવન પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી નિશા (નામ બદલ્યું છે) વર્કિંગ વુમન છે. તે પોતાના પરિવાર સાથે રહે છે અને તેને બે બાળકો છે. નિશા વર્કિંગ વુમન હોવાથી તે પોતાના સમયે ઘરેથી નીકળે ત્યારે બાળકોને ઘરે મૂકીને જતી હતી. આ સમયે રોજ પાડોશમાં રહેતો યુવક તેની સામે અશ્ર્લીલ ચેનચાળા કરતો હતો. એટલું જ નહીં, જ્યારે નીશા ઘરની બહાર નીકળે ત્યારે તે તેની સામે અંડરવેર પહેરીને ઊભો રહી જતો હતો, પણ જેમ તેમ કરીને નિશા આ યુવકથી બચીને ત્યાંથી જતી રહેતી હતી. જેથી આ યુવકની હિંમત વધી રહી હતી.

યુવકને નિશાના પતિએ આ પ્રકારનું વર્તન નહીં કરવા માટે કહેતાં જ તે ઉશ્કેરાઇ ગયો હતો અને ધમકી આપી હતી કે તને હું ઉપરથી નીચે ફેંકી દઈશ, મારી નાખીશ, તેમ કહીને તે તેના ઘરમાં જતો રહૃાો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.

Read About Weather here

આ સમગ્ર બાબતે નિશાએ હિંમત કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here