સિંગતેલના ભાવ વધારાને લઇ વિપક્ષ આક્રમક: સસ્તા દારૂ, મહેંગા તેલના સૂત્રોથી ગૃહ ગૂંજ્યું

13

વિધાનસભા ગૃહમાં કાર્યવાહી દરમ્યાન વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. ખેડૂતોને મગફળીના પુરતા ભાવ મળતા નથી, ગુજરાતની જનતા લુંટાઇ રહી છે ને તેલિયારાજા નફાખોરી કરી રહૃાા છે સિંગતેલના ભડકે બળતા ભાવ મુદ્દે વિધાનસભા ગૃહમાં હંગામો મચ્યો હતો. વિપક્ષે એવો સવાલ ઉઠાવ્યો હતોકે,મગફળીનું વિપુલ ઉત્પાદન થયુ છે.મગફળીની નિકાસ થઇ રહી છે તો પછી સિંગતેલના ભાવ ઘટવાને બદલે કેમ વધી રહૃાાં છે. વિપક્ષના ધારાસભ્યએ ખુલ્લો આક્ષેપ કર્યો હતોકે, ખેડૂતોને મગફળીના પુરતા ભાવો મળતા નથી. લોકોને તેલના બમણાં ભાવ ચૂકવવા પડે છે અને સરકારની મહેરબાનીથી તેલિયારાજા ધૂમ નફાખોરી રહૃાા છે. વિપક્ષના ધારાસભ્યોએ સસ્તા દારૂ,મહંગા તેલના સૂત્રોચ્ચાર કરી ગૃહને ગજવી મુક્યુ હતું.

પ્રશ્ર્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ સવાલ ઉઠાવ્યો હતોકે, સિંગતેલના ભાવો ભડકે બળી રહૃાાં છે ત્યારે સરકાર શું પગલાં લેવા માંગે છે.તેમણે એવો ય ટોણો માર્યો કે, આ પ્રશ્ર્ન ગૃહમાં બેઠેલા બધાય ધારાસભ્યોને સ્પર્શ તેવો છે. આ પ્રશ્ર્ન મુદ્દે વિપક્ષે સરકારને બરોબરની ઘેરી હતી . ધારાસભ્ય શૈલેષ પરમારે તો એવો આરોમ મૂક્યો હતોકે, વર્ષ ૨૦૧૯માં જાન્યુથી ડિસેમ્બર સુધી સિંગતેલના ડબ્બા પર રૂા.૯૭ ભાવ વધારો થયો હતો. વર્ષ ૨૦૨૦માં જાન્યુ.થી ડિસેમ્બર સુધી રૂા.૬૫૦નો વધારો થયો હતો.

ટૂંકમાં આજે તેલના ડબ્બાનો ભાવ રૂા.૨૫૦૦ સુધી પહોંચ્યો છે. એક તરફ સરકાર એવી બડાઇ હાંકે છેે,આ વર્ષે ગુજરાતમાં વિપુલ મગફળીનુ ઉત્પાદન થયુ છે. વિદેશમાં મગફળી નિકાસ કરવામાં આવી રહી છે પણ પ્રશ્ર્ન એછેકે, જો મગફળીનુ ધુમ ઉત્પાદન થયુ હોય તો,તેલ સસ્તુ હોવું જોઇએ તેના બદલે તેલના ભાવ આસમાને પહોંચ્યાં છે.

Previous articleજૂનાગઢના પૂર્વ સાંસદ અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રીનું ૯૦માં જન્મદિવસે નિધન
Next articleવેપારીને પોલીસે માર મારતા નરોડા પાટિયાથી સરદાર નગરનો પટ્ટો બંધ