વડોદરા જિલ્લાની સાવલી બેઠક પર ૧૮ બેઠક સાથે ભાજપે સત્તા કબજે કરી છે. આમ સતત ચોથીવાર સાવલી નગરપાલિકા પર ભગવો લહેરાયો છે. દેણા બેઠક પર વડોદરા જિલ્લા પંચયાતના પૂર્વ પ્રમુખ પન્નાબેન ભટ્ટની કારમી હાર થઈ છે. સાવલી નગરપાલિકામાં ૧૨ બેઠક પર ભાજપ અને ૮ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ડભોઇ નગરપાલિકામાં ૯ બેઠક પર ભાજપ અને બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે, જ્યારે એક બેઠક પર અપક્ષનો વિજય થયો છે.
વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ પન્નાબેન ભટ્ટ અને તેમના પતિનો કારમો પરાજય છે. વડોદરા જિલ્લા પંચાયતની જરોદ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર દિલીપભાઇ ભટ્ટનો અને અને વાઘોડિયા તાલુકા પંચાયતની દેણા બેઠક ઉપર તેમના પત્ની પન્નાબેન ભટ્ટનો પણ પરાજય થયો છે.