સાવરકુંડલા પાલિકા ભાજપ નેતાની ઓડિયો ક્લિપ વાયરલ થતા સસ્પેન્ડ કરાયા

17
રવિવારે રાજકોટ
રવિવારે રાજકોટ

Subscribe Saurashtra Kranti here

સાવરકુંડલા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ

રાજ્યમાં નેતાઓની ઓડિયો ક્લીપથી ખળભળાટ મચ્યો હોય તેવા ભવિષ્યમાં અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હાલ સાવરકુંડલા પાલિકાના ભાજપ નેતાની ઓડિયો ક્લિપથી ખળભળાટ મચ્યો છે, જેના કારણે સાવરકુન્ડલા પાલિકાના સભ્યને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સાવરકુન્ડલા પાલિકાના ભાજપના સભ્ય ડી.કે. પટેલને જિલ્લા પ્રમુખ પદેથી સસ્પેન્ડ કરાયા છે. પોલીસ મથકે આ ક્લીપને લઈને છેડતીની ફરિયાદ નોંધાઈ છે. વિધવા મહિલા સાથેની ઓડિયો ક્લિપ વાઈરલ થતાં તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે.

Read About Weather here

આ વિશે મળતી માહિતી પ્રમાણે સાવરકુન્ડલા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ડી.કે પટેલે મહિલા પાસે અશ્ર્લિલ માંગણી કરતી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. જેથી સાવરકુન્ડલાના નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર ડી.કે.પટેલને સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી મળી રહી છે. ડી.કે.પટેલ સામે સાવરકુંડલા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ થતા ભાજપ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ડી.કે પટેલ અને એક મહિલાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેના કારણે ડી.કે. પટેલે ભાજપ પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે, જેના કારણે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ ભાજપમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here