Subscribe Saurashtra Kranti here.
રાજ્યમાં રીકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહૃાો છે
રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. કોરોના પર કાબૂ મેળવવા સરકારના પ્રયાસો હાલ પૂરતા નિષ્ફળ સાબિત થઈ રહૃાાં છે. ગઈકાલે રાજ્યભરમાં ૧૫૬૪ કોરોનાના કેસો નોંધાયા, ૬ લોકોના મૃત્યુ થયા છે. તો તેની સામે ગઈકાલે ૯૬૯ લોકોએ કોરોનાને માત આપી છે. કોરોનાની આ લહેર ખતરનાક હોવાનું એક્સપર્ટસ કહી ચૂક્યા છે. તો સુરતમાં કોરોનાના સામાન્ય લક્ષણો પણ જોવા નથી મળી રહૃાાં છે. તાવ-શરદી, માથુ દૃુખવાના કોઈ લક્ષણો દર્દીઓમાં દેખાઈ નથી રહૃાાં. આવામાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, જ્યાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહૃાો છે, ત્યાં રાજ્યમાં દર્દીઓના રિકવરી રેટમાં ઘટાડો થયો છે.
Read About Weather here
પ્રાપ્ત આંકડા અનુસાર, કોરોનાથી સાજા થવાનો દર ઘટીને ૯૬.૦૮% થયો છે. કોરોનાના કેસોની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો તેમજ તેની સામે સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. રાજ્યભરમાં રીકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહૃાો છે. થોડા સમય અગાઉ કોરોનાના નવા દર્દીઓ સામે સ્વસ્થ્ય થનાર દર્દીઓની સંખ્યા વધારે નોંધાતી હતી. તે સમયે રાજ્યભરના રીકવરી રેટમાં વઘારો થઈ રહૃાો હતો. પરંતુ ફરી એકવાર સ્વાસ્થ્ય થતા લોકો કરતા નવા કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા, રીકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહૃાો છે.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here