સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા) ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી આજે સવારે પ: 30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી 7 કલાકે અને અન્નકૂટ આરતી 11 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ દ્વારા કરવામા આવેલ કષ્ટભંજનદેવને કેસુડાના ફુલ તથા ખજુર – ધાણી ધરાવી દાદાને વિશેષ શણગાર કરવામાં આવેલ અને મંદિરની યજ્ઞશાળામાં મારૂતિયજ્ઞ કરવામાં આવેલ જેમાં હજારો હરિભકતોએ ઘરે બેઠા ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.
Home GUJARAT