સાબરકાંઠામાં કોરોના વિસ્ફોટ: સહયોગ ટ્રસ્ટના 39 વિદ્યાર્થીઓ સંક્રમિત

13
sabarkantha-school-student-corona-positive-કોરોના
sabarkantha-school-student-corona-positive-કોરોના

Subscribe Saurashtra Kranti here.

વિધાર્થીઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હડકંપ

ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા કેસ દિવસે દિવસે ચિંતા ઉપજાવનારા બની રહૃાા છે. અત્યાર સુધી મહાનગરોમાં કોવીડનો કહેર વધી રહૃાો હતો. હવે ધીરે ધીરે નાના શહેર અને ગામડાઓમા પણ કોવીડ ફેલાઇ રહૃાો છે. સાબરકાંઠાના સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં એક સાથે ૩૯ વિદ્યાર્થીઓ અને એક રક્તપિતથી પીડીત મહિલાનો કોવીડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સ્કુલ બંધ રાખવા આદેશ કરાયો છે.

મળતી માહિતી પ્રમાણે, મેઢાસણ આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવતા સ્કૂલ અને છાત્રાલયના ૩૯ વિદ્યાર્થીઓને કોવીડ પોઝિટિવ આવ્યો હતો. સહયોગના ૬થી ૧૦ના વિધાર્થીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આજે પ્રાથમિક શાળાના આઠ શિક્ષકોનો ટેસ્ટ કરવામાં આવશે. ત્યારે ૩૯ વિધાર્થીઓનો કોવીડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે એક રક્તપિતથી પીડિત મહિલાને પણ કોવીડ પોઝિટિવ આવ્યો હતો.

હિમતનગરના રાજેન્દ્રનગરના સહયોગ કુષ્ઠરોગ ખાતે ૨૦ વિધાર્થિની અને ૧૯ વિધાર્થીઓનો કોવીડ પોઝિટિવ રિપોર્ટ આવતા હડકંપ મચી ગયો છે. જેમા ૬થી ૮ના ૨૧ વિધાર્થીઓને કોરોના આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આ સ્કુલ બંધ રાખવા આદેશ કરાયો છે. બીજી બાજુ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વિધાર્થીઓને કોવીડ પોઝિટિવ આવ્યાની વાતથી જ અજાણ છે.

Read About Weather here

ગઇકાલે પણ આવા ચિંતાજનક સમાચાર છોટા ઉદેપુરમાંથી આવ્યા હતા. છોટાઉદેપુરના ચિચોડ ગામે ઉત્તર બુનિયાદી આદિવાસી આશ્રમ શાળામાં ૧૨ વિદ્યાર્થીઓ કોવીડ સંક્રમિત થયા હતા. છોટા ઉદેપુરમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા આશ્રમ શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ સહિત ૧૮૦ જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here