સાણંદના મહિલા ઉમેદવાર ચૂંટણીજંગ જિત્યા, જીવનનો જંગ હાર્યા

15
Saurashtra Kranti logo
saurashtra kranti logo

અમદાવાદ જિલ્લાના સાણંદની પીપળ પંચાયતની સીટ પર લીલાબહેન ઠાકોર ચૂંટણીનો જંગ જિત્યા પણ જીવનનો જંગ હારી ગયાં. એમણે ભાજપમાંથી ટિકિટ માંગી હતી, પણ દાવેદારી ન સ્વીકારાતાં લીલાબહેન અપક્ષ ચૂંટણી લડ્યાં હતાં. લીલાબહેનના પતિ વિક્રમ ભાઈએ જણાવ્યું હતું કે સોમવારે રાત્રે તેમનું અવસાન થયું હતું, જેના કારણે વિજય છતાં સમર્થકોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.