સલાબતપુરામાં ૮ વર્ષીય બાળક પર ૧૫ દિવસથી પાડોશી બંધ મિલમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો આવ્યો હોવાનું ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં પણ નાની બહેનને પણ પથ્થર મારી છેડતી કરતો હોવાનું જાણવા મળ્યું છે. માસૂમ બાળકના ગુપ્તાંગમાંથી લોહી નીકળતા માતા-પિતાની તપાસમાં વાસના પીડિત પાડોશી યુવાનની પોલ ખુલી છે. ડરના મારે માસુમે પિતાને કહૃાું મુજે માર દેગા, મુજે ઇસ જેસા બનાના ચાહતા હે. બાદ બાળકે ૧૫ દિવસની તમામ હકીકત કહેતા પરિવારે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હાલ સ્મીમેર હોસ્પિટલમાં બાળકનું તબીબી પરીક્ષણ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું પીડિત પરિવારે જણાવ્યું છે. પીડિત પિતાએ જણાવ્યું હતું કે તેઓ ૨ દીકરી અને ૨ દીકરાના પિતા છે. કાપડ માર્કેટમાં મજુરી કરી પરિવારના ૭ સભ્યોનું ગુજરાન ચલાવી રહૃાા છે. ગુરુવારની રાત્રે ૮ વર્ષીય મોટો પુત્ર અચાનક ઘરે ન આવતા શોધખોળ હાથ ધરી હતી. એક કલાક બાદ દીકરો ડરના માર્યા ધ્રુજતી હાલતમાં મળી આવ્યો હતો. પૂછપરછમાં માસુમે જણાવ્યું હતું કે, મુજે માર દેગા, ઇસ જેના બનાના ચાહતા હે કહી રડવા લાગ્યો હતો. ત્યારબાદ જણાવ્યું હતું કે, ૧૫ દિવસથી ગ્રાઉન્ડ લોર પર રહેતો સેબાજ માત્રા નામનો યુવાન રોજ કોઈ પણ સમયએ કાલીપુરા આંબાવાડી પાસેની બંધ મિલમાં લઈ જઈ ગંદુ કામ કરતો હતો.
જો કોઈને કહૃાું તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપતો હતો. પુત્રની વ્યથા સાંભળી તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે સલાબતપુરા પોલીસ સ્ટેશન જઇ પોલીસ સાથે સ્મીમેર હોસ્પિટલ જવાની સલાહ આપી હતી. સલાબતપુરા પોલીસે આખી વાત સાંભળી તાત્કાલિક સેબાજને રાત્રે જ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પેપર વર્ક કરી તેમને સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં માસૂમ બાળકનું તબીબી પરીક્ષણ કરી ફરી પોલીસ સ્ટેશન આવ્યા બાદ વહેલી સવારે ઘરે આવ્યા છે. હાલ પોલીસ અમને ન્યાય અપાવે એજ અમારી માગ છે.