સરકાર : ઓક્સિજન, બેડ, રેમડેસિવિરની કોઇ તંગી નથી

રાજકોટ સહિત અન્ય શહેરો-જિલ્લામાં પ્રમુખો બદલાશે?
રાજકોટ સહિત અન્ય શહેરો-જિલ્લામાં પ્રમુખો બદલાશે?

માત્ર 108ના દર્દીઓને કેમ દાખલ કરાય છે?, જવાબ માંગતી હાઇકોર્ટ : તંગી માત્ર મેન પાવરની હોવાની સરકારની કોર્ટમાં કબુલાત, આખી મશીનરીનો કોવિડ કાબુમાં લેવા ઉપયોગ થઇ રહયો છે

ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી : સરકારે કોવિડ જંગના માળખાની માહિતી આપી

ગુજરાતમાં ઓક્સિજન, બેડ કે રેમડેસિવિર ઇન્જેકશન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાની સ્પષ્ટ માહિતી આપતા રાજય સર્રકારે આજે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે, સરકારની પુરેપુરી મશીનરી કોરોના કાબુમાં લેવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. તંગી માત્ર મેઇન પાવરની છે. લેબોરેટરીઓમાં પણ ઓછા સ્ટાફ સાથે કામ કરવું પડી રહયું છે.
આજે હાઇકોર્ટમાં કોવિડ પરિસ્થિતિ અંગેની સુઓમોટો અરજી પર ફરી સુનાવણી થઇ હતી. સુનાવણી દરમ્યાન રાજય ગવર્મેન્ટ કોવિડ સામેની જંગની કામગીરી અને માળખાની વિગતો રજૂ કરી હતી. સરકારે જવાબમાં માહિતી આપતા દર્શાવ્યું હતું કે, રાજયમાં અત્યારે 26 યુનિવર્સિટીમાં આરટીપીસીઆર મશીનો કાર્યરત છે. બીજા 14 રીયલ ટાઇમ આરટીપીસીઆર મશીનો ઇન્સટ્રોલ કરવામાં આવી રહયા છે.

Subscribe Saurashtra Kranti here

સરકાર રોજના 20 હજાર વાયલ ઇન્જેકશન આપી રહી છે. એટલુ જ નહીં દૈનિક 1 લાખ 45 હજાર લોકોના ટેસ્ટીંગ પણ કરવામાં આવી રહયા છે. ગવર્મેન્ટએ હાઇકોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, રાજયમાં બેડ, ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેકશન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. દરેક વિસ્તારોમાં કોર કમિટીઓ મોકલવામાં આવી છે. કોવિડ માટે અત્યારે 895 ડેગીઝનેટેડ કોવિડ હોસ્પિટલ અને 304 કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. પુરેપુરી મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહયો છે.

રાજય સરકારે સ્ટાફની તંગી હોવાની કબુલાત કરી હતી. લેબોરેટરીમાં પણ ઓછા સ્ટાફથી કામ થઇ રહયાનું દર્શાવ્યું હતું.

Read About Weather here

બીજી તરફ હાઇકોર્ટે એવા સવાલપુછયા હતા કે, માત્ર 108ના દર્દીઓને જ કેમ દાખલ કરવામાં આવે છે અન્ય વાહનોના દર્દીઓને કેમ દાખલ કરવામાં આવતા નથી? હાઇકોર્ટે પુછયું હતું કે, રાજય સરકાર આ બાબત શું કરવા માંગે છે? 108 સેવાનું સેન્ટ્રલાઇઝેશન કરવાથી દર્દીઓને હાડમારી થઇ રહી છે એવું દર્શાવતા હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે વહેલો તે પહેલોના ધોરણે દર્દીઓને દાખલ કરવામાં આવી રહયા છે તેના કારણે ગંભીર દર્દીઓને વેઇટીંગમાં રહેવું પડે છે. ઇનડિયન ગવર્નમેન્ટના આંકડા સાથે સરખામણી કરવાને બદલે આપણે ગુજરાતની ચિંતા કરીએ એવી ટકોર અદાલતે કરી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here