જામનગર કોર્ટે સરકારી હોસ્પિટલમાં તોડફોડના મામલે વિધાનસભ્ય રાઘવજી પટેલને દોષિત ઠેરવ્યા છે. જામનગરની ધ્રોલ કોર્ટે ૨૦૦૭ના કેસમાં સરકારી હોસ્પિટલમાં તોડફોડના મામલે ધારાસભ્ય રાઘવજી પટેલને દોષિત ઠેરવ્યા છે. તેમની સજાની જાહેરાત હવે પછી કરવામાં આવશે.
ધ્રોલ કોર્ટે રાઘવજી પટેલ સહિત પાંચ આરોપીને દોષિત જાહેર કર્યા હતા અને ત્રણ આરોપીઓને નિર્દૃોષ જાહેર કર્યા હતા. ૨૦૦૭માં ધ્રોલની સરકારી હોસ્પિટલમાં તેમણે તોડફોડ કરી હોવાનો તેમના પર આરોપ હતો.