સરકારી નોકરીઓ માટે GPSCની વર્ગ- 1, 2, 3 માટે ભરતીની મોટી જાહેરાત

GPSC-GOVERNMENT-JOBS
GPSC-GOVERNMENT-JOBS

Subscribe Saurashtra Kranti here.

સરકારી નોકરીની ભરતીનું કેલેન્ડર બહાર પાડ્યું

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ રાજ્યમાં થનારી સરકારી નોકરીની ભરતીનું કેલેન્ડર બહાર પાડ્યું છે. રાજ્યમાં શિક્ષિત બેરોજગારો અને યુવાનો-યુવતીઓ માટે સરકારી નોકરી માટે વર્ગ ૧, ૨ અને ૩ની ૧૪૨૭ જગ્યા માટે ભરતી કરવાની જાહેરાત કરી છે. જેમાં રાજ્ય સરકારની સેવાઓ, ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિ. અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ માટે ૧૬ માર્ચથી ૩૧ માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

GPSC દ્વારા સરકારના વિવિધ વિભાગો હેઠળની વર્ગ-૧, ૨ અને વર્ગ -૩ની કુલ ૧૪૨૭ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તબીબી અધિકારી, વર્ગ-૨ની ૧૦૦૦ જગ્યાઓ, વિવિધ વિષયના ટ્યુટર, ગુજરાત તબીબી સેવાનો સમાવેશ થાય છે.

GPSCની વર્ગ- ૨ની ભરતીમાં ૭૫ જગ્યાઓમાં નાયબ સેક્શન અધિકારી, (કાયદાકીય બાજુ) અને વર્ગ-૩ની ૧૯ જગ્યાઓમાં રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ની ૨૪૩ જગ્યાઓ, ચીફ કેમીસ્ટ, વર્ગ-૧ની એક જગ્યા, ખેતી ઇજનેર, વર્ગ- ૨ની ૦૪ જગ્યાઓ, સરકારી હોમિયોપેથી કોલેજો ખાતે વિવિધ વિષયના લેક્ચરરની કુલ-૦૩ જગ્યાઓ, સરકારી મેડીકલ કોલેજો ખાતે વિવિધ વિષયોના પ્રાધ્યાપકોની કુલ-૧૦ જગ્યાઓ, સહપ્રાધ્યાપકોની કુલ-૦૭ જગ્યાઓ, મદદનીશ પ્રાધ્યાપકોની કુલ-૬૫ જગ્યાઓ, એમ કુલ-૧૪૨૭ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

Read About Weather here

ઉપરોક્ત જાહેરાતો અન્વયે તા.૧૬/૦૩/૨૦૨૧ (૧૩.૦૦ કલાક) થી તા.૩૧/૦૩/૨૦૨૧ (૧૩.૦૦ કલાક) સુધીમાં અરજી કરી શકાશે. ગુજરાત જાહેર સેવા આયોગે જાહેરાતની સાથે ઉમેદવારોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

GPSC દ્વારા યોજાનારા ભરતી પ્રક્રિયાની ઓનલાઈન અરજી હોવાથી ઉમેદવારોએ એક જાહેરાતમાં એક જ અરજી કરવી તેમ જણાવ્યું છે. તેમાં કોઈ ભૂલચૂક રહી જાય તો તેને આપેલી તારીખોની વચ્ચે એડિટ વિકલ્પ પસંદ કરીને ફરી સુધારી શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here