સત્કાર્ય સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે ફૂલસ્કેપ ચોપડા તથા ચીકીનું વિતરણ

સત્કાર્ય સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે ફૂલસ્કેપ ચોપડા તથા ચીકીનું વિતરણ
સત્કાર્ય સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે ફૂલસ્કેપ ચોપડા તથા ચીકીનું વિતરણ
સત્કાર્ય સેવા સમિતિના ” માધ્યમથી સમિતિના સેવાભાવી સભ્ય તનસુખભાઈ સંઘવી તરફથી રાજકોટ બ્રહ્મ સમાજ સ્થિત સરગમ કલબ સંચાલિત “અનિલ જ્ઞાન મંદિર”તથા શ્રી સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણતા બાળકોને સ્કૂલનાં પ્રિન્સીપાલ છાયાબેન દવે તથા કોર્ડીનેટર ઝંખનાબેન કોઠારીના માર્ગદર્શન હેઠળ સત્કાર્ય સેવા સમિતિના ઉદારદિલા દાતા તનસુખભાઈ સંઘવી તરફથી ફ્રી ફૂલસ્કેપ ચોપડા તથા ચીકીનું વિતરણ કરવામાં  આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

સત્કાર્ય સેવા સમિતિ દ્વારા વૈયાવચ્ચ તથા જીવદયામાં અગ્રેસર રહી અવિરતપણે વૃધ્ધાશ્રમમાં વડિલોને ફૂલ ડે મિષ્ટ ભોજન તેમજ રાજકોટનાં છેવાડાના ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારોને ફૂડ પેકેટ તથા ચીકીનું વિતરણ આદી સત્કાર્ય કરવામાં આવે છે.આ  પ્રશંસનીય તથા અનુમોદનીય સત્કાર્યમાં સમિતિના માર્ગ દર્શક ડોલરભાઈ કોઠારી, સંયોજક રાકેશભાઈ ડેલીવાળા, સેક્રેટરી નિતિનભાઈ મહેતા, તનસુખભાઈ સંઘવી, હોદ્દેદાર રાજુભાઈ શેઠ, હિરેનભાઈ શાહ, તેમજ જૈન અગ્રણી સી.પી.દલાલ  સહિતના મહાનુભાવો સેવાકાર્યમાં જોડાઈ અનુમોદનાનો લાભ લીધેલ તેમ સમિતિના સંયોજક રાકેશ    ડેલીવાળાની યાદી જણાવે છે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here