સતાવાર આંકડાથી વધુ કોરોના મૃતકોનાં પરિવારોને સહાય…

સતાવાર આંકડાથી વધુ કોરોના મૃતકોનાં પરિવારોને સહાય...
સતાવાર આંકડાથી વધુ કોરોના મૃતકોનાં પરિવારોને સહાય...

રાજ્ય સરકારે કોરોના મૃતક સહાયની કુલ 16175 દાવા અરજીઓ મંજુર કરી; સુરતમાં હીરાના વેપારી કોરોના સંક્રમિત થતા આખી સોસાયટી ક્લસ્ટર


ગુજરાત સરકારે કોરોનાથી રાજ્યમાં કુલ 10 હજાર લોકોનાં મોત થયાનો સતાવાર આંકડો જાહેર કર્યો હતો. પરંતુ રાજ્ય સરકારે કોરોના મૃતકોનાં પરિવારજનોની કુલ 16175 સહાય દાવા અરજીઓ મંજુર કરી દીધી છે. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં માહિતી આપી હતી કે, મૃતકોનાં પરિવારજનો તરફથી એક્સક્રેસિયા સહાય માટે કુલ 22557 અરજીઓ મળી છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

સરકારે અત્યાર સુધીમાં અને ધારાસભામાં પણ એવું જાહેર કર્યું છે કે, કોરોનાથી 10099 મૃત્યુ થયા છે. પણ સુપ્રીમમાં આપેલી માહિતી મુજબ વધુ 6076 વધુ સહાય અરજીઓ મંજુર થઇ છે. એટલે કુલ મૃત્યુ આંકમાં 6 હજારનો ઉમેરો થયો છે. આ રીતે રાજ્ય સરકારનાં અગાઉનાં અપાયેલા સતાવાર મૃત્યુ આંકમાં વધારો નોંધાયો છે. હવે એ રીતે સહાયની અરજીઓ પર રાજ્ય સરકાર ચુકવણું કરી રહી છે.

ગુજરાતમાં રાજ્ય સરકાર મૃતકોનાં પરિવારજનોને પરિવાર દીઠ રૂ. 50 હજારનીસહાય આપી રહી છે. અગાઉ વિજય રૂપાણી સરકાર સમયે સંખ્યાબંધ અરજીઓ નકારી કાઢવામાં આવી હતી.

ઘણા બધા દાવાઓ રૂપાણી સરકાર સમયે શંકાસ્પદ ગણાવીને એમને સહાય અપાઈ ન હતી. પરંતુ વર્તમાન રાજ્ય સરકારે આડકતરી રીતે સ્વીકાર્યું છે કે મૃત્યુ આંક 10 હજારથી ઘણો વધારે છે.

રાજ્ય સરકારે સુપ્રીમમાં એવું પણ દર્શાવ્યું હતું કે, કોરોનાની સહાય ચૂકવવા માટે પુરતી પ્રસિધ્ધિ કરવામાં આવી રહી છે. આકાશવાણી અને એફએમ રેડિયો પરથી સતત જાહેરાતનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાનાં નવા 58 કેસો નોંધાયા છે.

Read About Weather here

સુરતમાં એકે રોડની સોસાયટીમાં રહેતા હીરાના વેપારીને ઓમિક્રોનનો ચેપ લાગ્યાનું જણાતા આખી સોસાયટી ક્લસ્ટર જાહેર કરાઈ છે. જો કે આજે રાજ્યમાં ઓમિક્રોનનાં એક દર્દીઓનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અને બીજાની રાહ જોવાઈ છે. વલસાડમાં કોરોનાથી એકનું મોત થયું છે. જયારે ગાંધીનગરમાં પાંચ વર્ષની એક બાળકી કોરોના સંક્રમિત થઇ છે. કોરોનાનાં વધારે કેસો અમદાવાદ અને વડોદરામાં નોંધાય રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here