સગીરાના ફોટોને વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચનાર સામે નોંધાઈ ફરિયાદ

59

હળવદના ચરાડવામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં એક યુવાને યુવતીનો ફોટો અને વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી તેણી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદૃ નોંધાઇ છે. જેથી યુવતીએ બલેકમેઈલ કરનાર યુવાન સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે બનાવ વખતે યુવતી સગીર વયની હોવાથી પોલીસે આરોપી સામે પોકસોની કલમ લગાડીને વધુ તપાસ હાથ ધરી હતી. હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીએ આરોપી વિશાલ પ્રવીણભાઈ એરવાડિયા નામના યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

તેની જ સાથે અભ્યાસ કરતો વિશાલે વિદૃાય સમારંભ વખતે પોતાના મોબાઈલમાં યુવતીનો ફોટો પાડી લીધો હતો. ફોટો વાંધાજનક ન હતો પણ આ યુવાનને ફોટાનું એડીટીંગ કરીને બીભત્સ બનાવીને આ ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો. યુવતી જ્યાં જાય ત્યાં તેનો પીછો કરીને તેને બ્લેક મેઈલ કરતો હતો. યુવાન આ રીતે બ્લેક મેઈલ કરીને યુવતીને શરીર સબંધ બાંધવા મજબૂર કરતો હતો.

તે જ્યાં નોકરી કરતી હતી ત્યાં પણ ફોન કરીને હું જ્યાં કહું ત્યાં તારે ફરવા આવવું પડશે નહિતર તારી સાથેની અંગત પળોનો વીડિયો અને રેકોર્ડિંગ વાયરલ કરી દૃઈશ તેવી ધમકી આપીને યુવાન તેણી સાથે શરીર સબંધ બાંધતો હતો. આથી અંતે યુવતીએ તેનું ન માનતી હોવાથી યુવાન વધુ ઉશ્કેરાયો હતો અને તેણીના ઘરે જઈ દારૂ પીને ધમાલ મચાવી હતી. જો કે તે સમયે યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી અને હવે િંહમત એકઠી કરીને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.