સંકટમાં ય સ્વાર્થવેડા : મેડિકલ ઓક્સિજનના ભાવમાં આકરો વધારો

ઓક્સિજન
ઓક્સિજન

રીફીલર વિક્રેતાઓ મુખ્ય ઉત્પાદકો પાસેથી પ્રવાહી ઓક્સિજન મોકલે છે અને તેનું સિલિન્ડરમાં રીફીલીગ કરે છે

અમદાવાદમાં ભાવ વધારાથી દેકારો, દર કયુબીક મીટરે રૂ.30નો વધારો

મેડિકલ ઓક્સિજનના ભાવમાં છેલ્લા એક જ અઠવાડીયામાં 47 ટકા જેવો વધારો થઇ ગયો છે

Subscribe Saurashtra Kranti here

માનવ જાત પર મોટામાં મોટું સંકટ આવી રહયું છે ત્યારે પણ સમાજનો એક વર્ગ એવો છે જે તકનો ગેરલાભ ઉઠાવીને નીજી સ્વાર્થની તમામ હદો પાર કરી રહયો છે. અમદાવાદમાં મેડિકલ ઓકિસજન માટેની માંગમાં ભારે વધારો થયો હોવાની સાથે સાથે ભાવમાં પણ તોતીંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેના કારણે ભારે દેકારો બોલી ગયો છે. મેડિકલ ઓક્સિજનના ભાવમાં છેલ્લા એક જ અઠવાડીયામાં 47 ટકા જેવો વધારો થઇ ગયો છે. અમદાવાદના એક ઓકસીજન રીફીલર વેપારીએ જણાવ્યું હતું કે, મેડિકલ ઓક્સિજનના ભાવમાં એક કયુબીક મીટર દીઠ રૂ.25 થી 30નો ભારે વધારો થઇ ગયો છે.

Read About Weather here

અગાઉ ભાવ 17 થી 22 જેટલો જ હતો. રીફીલર વિક્રેતાઓ મુખ્ય ઉત્પાદકો પાસેથી પ્રવાહી ઓકસીજન મોકલે છે અને તેનું સિલિન્ડરમાં રીફીલીગ કરે છે. મુખ્ય મોટા ઉત્પાદકોને અલગ અલગ સ્થળેથી પુરવઠો મોકલવાનો રહે છે તેથી ભાવ વધારી દીધા છે. તેમ એક ઉત્પાદક ચેતન પટેલે જણાવ્યું હતું.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here