કોરોનાગ્રસ્ત પત્નીએ પાડી સેક્સ કરવાની ના,પતિ ઉશ્કેરાયો…!

કોરોના-QUARANTINE
કોરોના-QUARANTINE

મહિલાએ હોમ ક્વોરન્ટીન અવસ્થામાં અભયમને જણાવ્યું હતું કે તે કોરોનાનો ભોગ બની છે

Subscribe Saurashtra Kranti here

ગોરવાની પરિણીતા કોરોનામાં સપડાયા પછી ઘરમાં અલગ રૂમમાં ક્વોરન્ટીન રહેતી હતી, ત્યારે પણ પતિએ તેની સાથે જાતીય સંબંધ બાંધવા દબાણ કરી માર મારતાં પરિણીતાએ અભયમને ફોન કર્યો હતો, જેથી અભયમની ટીમે સ્થળ પર પહોંચી ઘરની બહારથી જ કાઉન્સેલિંગ કરતાં પતિએ ભૂલ કબૂલ કરતાં મામલો થાળે પડયો હતો.

ગોરવા કરોડીયા વિસ્તારમાંથી 27 વર્ષીય મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન અભયમને ફોન કરીને જણાવ્યું હતું કે પોતે કોરોનાગ્રસ્ત હોવા છતાં પતિ ત્રાસ આપે છે. મહિલાનો ફોન આવતાં જ મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક પહોંચી હતી. એક સંતાનની માતા એવી આ મહિલાએ હોમ ક્વોરન્ટીન અવસ્થામાં અભયમને જણાવ્યું હતું કે તે કોરોનાનો ભોગ બની છે અને પોતાના ઘરમાં એક રૂમમાં તે અલગથી રહે છે છતાં તેનો પતિ તેની સાથે સતત જાતીય સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો છે. પોતે બીમાર હોવાથી ઇન્કાર કરતાં પતિ ઉશ્કેરાયો હતો અને માર મારી કોરોનાગ્રસ્ત પત્નીને ઘરની બહાર નીકળી જવા દબાણ કર્યું હતું.

પોતાની 27 વર્ષીય પત્નીએ જાતીય સંબંધની માગણી ઠુકરાવી દેતાં પતિ ઉશ્કેરાયો હતો અને તેને માર મારી ઘરમાંથી બહાર નીકળી જવા અને છૂટાછેડા આપી દેશે તેવી ધમકી આપી હતી. મહિલાએ પતિને ક્વોરન્ટીન અવસ્થામાં રહીને સમજાવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો પણ પતિ માન્યો ન હતો, જેથી આખરે મહિલાએ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનની મદદ માગી હતી.

Read About Weather here

અભયમની ટીમે પતિનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યો હતો કે પત્ની જાતે જ ક્વોરન્ટીન થયેલા છે ત્યારે તેમને ખલેલ ન પહોંચાડી ઝડપથી સાજા થાય તેવી કાળજી લેવી જોઇએ. પતિને તેની ભૂલ સમજાઇ હતી અને હવે આવી ભૂલ નહીં કરે એવી ખાતરી આપી હતી, જેથી મહિલાને પણ રાહત થઇ હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here