શિવરાજપુર આરોગ્ય કેન્દ્રમાં નર્સનો ગળાફાંસો ખાઈ આપઘાત

શિવરાજપુર આરોગ્ય કેન્દ્રમાં નર્સનો ગળાફાંસો ખાઈ આપઘાત
શિવરાજપુર આરોગ્ય કેન્દ્રમાં નર્સનો ગળાફાંસો ખાઈ આપઘાત

હાથસણી ગામની યુવતીના પગારથી જ પરિવારનું ગુજરાન ચાલતું હતું: કારણ અકબંધ

તાલુકાના શિવરાજપુર ગામે સત્યજીતનગરમાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્ર-2માં નર્સે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. છેલ્લા એકાદ વર્ષથી કરાર આધારિત એફ.એસ.ડબલ્યુ(નર્સ) તરીકેની ફરજ બજાવતી વીંછિયા તાલુકાના હાથસણી ગામની ગુંજન ઉર્ફે ગજુબેન ભરતભાઈ સોલંકી (ઉં.વ.21) નામની યુવતીએ અગમ્ય કારણોસર જિંદગીનો અંત આણ્યો હતો. આજે એકલતાનો લાભ ઉઠાવી વહેલી સવારે આરોગ્ય કેન્દ્રનાં રૂમમાં રહેલા પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લેતા ગામના લોકો ઉમટી પડ્યા હતા.

Read Local News / Articles : Saurashtra , Gujarat

Read About Weather here

આ બનાવની પ્રથમ જાણ આશાવર્કરને થતા ગામના સરપંચ હંસરાજભાઈ મુલાણી અને ઉપસરપંચ ગોવિંદભાઈ ટીંબડીયા સહિતનાઓને જાણ કરતા ગ્રામજનોના ટોળેટોળા આરોગ્ય કેન્દ્ર ખાતે એકઠા થઈ ગયા હતા.