અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી ચૂક્યા છે. શિયાળામાં કોરોના કેસો વધશે તેવી અગાઉ જ આગાહી તબીબી આલમ કરી ચૂક્યું હતું. ત્યારે હાલ શિયાળો હજુ બરોબર જામ્યો નથી, છતાય કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાએ ડોક્ટરો તેમજ તંત્રની ચિંતા વધારી છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં એક દિવસમાં સૌથી વધુ કેસો નોંધાતા હતા, જેમાં ટોપ સ્થાન ફરી એકવાર અમદાવાદે લીધું છે. ગઈકાલે સરકારી આંકડા મુજબ સુરતને પાછળ છોડી અમદાવાદમાં સૌથી વધુ ૨૦૭ પોઝીટીવ કોરોનાના દર્દીઓ નોંધાયા હતા. હાલ ઉભી થયેલી સ્થિતિ મુજબ અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી નામાંકિત હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે બેડ મળવા પણ મુશ્કેલ બની ચૂક્યા છે. શહેરની નામાંકિત ખાનગી સહિત સરકારી હોસ્પિટલમાં આઈસીયુ બેડ કોરોના પોઝિટિવ દર્દીઓથી ભરાઈ ચૂક્યા છે.
ડોક્ટરોના મત મુજબ, હાલ ફરી એકવાર વધી રહેલા કોરોનાના કેસો એપ્રિલ-મે મહિનામાં અમદાવાદમાં થયેલા કોરોના વિસ્ફોટ તરફ ઈશારો કરી રહૃાા છે. કોરોનાના કેસો અને હોસ્પિટલમાં દૃાખલ દર્દીઓની સ્થિતિ હજુ એક અઠવાડિયા અગાઉ નિયંત્રણમાં હતા. પરંતુ છેલ્લા ૫ દિવસમાં ફરી વધી રહેલા કોરોના કેસોએ કોરોનાનો શિકાર થઈ રહેલા દર્દીઓને ફરી એકવાર સરકારી અને ખાનગી હોસ્પિટલ વચ્ચે સારવાર માટે ધક્કા ખાવા પડી રહૃાા છે. અમદાવાદમાં કોરોના દર્દીઓને સારી સારવાર આપી રહેલી એવી એસવીપી હોસ્પિટલમાં અર્બન હેલ્થ સેન્ટરથી દર્દીઓને સારવાર માટે લેટર લખવામાં આવે છે.
પરંતુ એસવીપી કોરોના દર્દીઓથી ભરાઈ ચૂકી છે.. એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે જતા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરાઈ રહૃાા છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને એસવીપી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે બંધ કરાયેલા વોર્ડ ફરી શરૂ કરવાની ફરજ પડી ચૂકી છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં વેન્ટિલટર સાથેના બેડ લગભગ ભરાઈ ચૂક્યા છે. ૫ દિવસ અગાઉ ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલમાં જ્યા માત્ર ૨૫૦ જેટલા કોરોનાના પોઝિટિવ દર્દીઓ દાખલ હતા, ત્યાં હવે ૩૭૫ થી વધુ દર્દીઓ સારવાર લઈ રહૃાા છે. કોરોના પોઝિટિવ દર્દીઓની વધતી સંખ્યાને જોઈ ડોક્ટરોને ફરી એપ્રિલ-મે મહિનાની પરિસ્થિતિનો આભાસ થઈ રહૃાો છે.