શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિંસહ ચુડાસમાના માતાનું ૯૪ વર્ષે અવસાન

18

છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિંસહ ચુડાસમાના માતાનું નિધન થયું છે. પ્રાપ્ત થતાં અહેવાલ પ્રમાણે રાજ્યના શિક્ષણમંત્રી અને ભાજપના પીઢ નેતા ભૂપેન્દ્રિંસહ ચુડાસમાના માતા કમળાબાનું આજરોજ નિધન થયું છે. કમળાબા ૯૪ વર્ષની ઉંમર ધરાવતા હતા અને છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

માતાના નિધન અંગેના સમાચારો પ્રાપ્ત થતાં જ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિંસહ ચુડાસમા માદરે વતન જવા માટે રવાના થયાં હતા. સાથે જ તેમના સાથી મંત્રીએ પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, કમળાબાના નિધનને પગલે ચુડાસમા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Previous articleસુરતમાં કોરોનાનો આફ્રિકન સ્ટ્રેન પણ જોવા મળતા લોકોમાં ફફડાટ
Next articleતનસુખ વાણીયા ૧૨ કરોડના હીરાની ચીટિંગમાં કચ્છ-ભૂજથી ઝડપાયો