રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રાંતની ટીમ દ્વારા ઓનલાઈન મીટિંગ યોજાઈ
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટે છેલ્લા થોડા દિવસોથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘમાસાણ મચી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રાંતની ટીમ દ્વારા ઓનલાઈન મિટીંગ બોલાવવામાં આવી જેમાં 100 વ્યક્તિઓની મર્યાદા હોય 100 કાર્યકતાઓ જોડાયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
ઘનશ્યામભાઈ પટેલ (પ્રાંત અધ્યક્ષ) છેલ્લા થોડા દિવસના ઘટના ક્રમ વિશે અવગત કરતા જણાવ્યું કે, બાયસેગના માધ્યમથી સંગઠનન બદનામ કરવાનું જે કામ કર્યું છે એને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી અને રાજ્ય પરીક્ષા બોર્ડની મુલાકાત અને સચિવ સાથેના વાર્તાલાપની વાત કરી અને રજીસ્ટરમાં ત્રણ વ્યક્તિની સહી વગેરેની વાતો કરી ત્યારબાદ રતુભાઈ ગોળ દ્વારા તમામ જિલ્લાના રિવ્યુ લેવામાં આવ્યા.
તમામ જિલ્લાના અધ્યક્ષ મંત્રી,સંગઠન મંત્રીએ શિક્ષકોનો સુર વ્યક્ત કરતા જણાવ્યું કે તમામ જિલ્લાઓના 80 થી 90 ટકા શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે એ માટે શિક્ષકોના પ્રતિજ્ઞા પત્રો પણ તૈયાર કર્યા છે. તમામ જિલ્લામાંથી બાયસેગ દ્વારા સંગઠનનું અપમાન કર્યું છે એ બાબતે નારાજગી વ્યક્ત કરેલ છે
Read About Weather here
અને પ્રાંત ટીમ દ્વારા સર્વેક્ષણ બાબતે જે સ્ટેન્ડ લીધું છે એ બદલ પ્રાંત ટીમને ધન્યવાદ અને અભિનંદન આપ્યા હતા. કચ્છ જિલ્લાના શિક્ષકો વતિ આ ઓનલાઈન બેઠકમાં રાજય ઉપાધ્યક્ષ ખેતશીભાઈ ગજરા,વિભાગ સંગઠન મંત્રી કિશોરસિંહ ચુડાસમા,જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા અને મહામંત્રી રમેશભાઈ ગાગલ જોડાયા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ પરેશભાઈ છાત્રોડિયાની યાદીમાં જણાવાયું છે.(6.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here